જામનગરના લોહાણા અગ્રણીની હાપામાં આવેલી જમીનમાં ગેરકાયદે પેશકદમી

  • November 25, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલા સામે ગુનો નોંધાયો : એસપીને રજુઆત બાદ કરાતી સધન કાર્યવાહી


જામનગર લોહાણા મહાજન જ્ઞાતીના પ્રમુખની હાપા સીમ વિસ્તારમાં આવેલી  કિંમતી જમીનમાં એક મહિલાએ ગેરકાયદે પ્રવેશ કરીને કબ્જો જમાવ્યાનું બહાર આવતા આ મામલે એસપીને રજુઆત કરવામાં આવી હતી ત્યાર બાદ તપાસ અંતે હાપા વાડી વિસ્તારમાં રહેતી એક મહિલા અને તપાસમાં જે નામ ખુલે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પંચ-એ પોલીસ દ્વારા આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે.


જામનગરની સ્વસ્તીક સોસાયટીમાં રહેતા અને જામનગર લોહાણા મહાજન  સમાજના પ્રમુખ ભરતભાઇ કાનજીભાઇ મોદીની જામનગર તાબેના હાપા ગામની સીમ સર્વે નં. 287 જેના જુના સર્વે નં. 126 તેમજ સર્વે નં. 288 જેના જુના સર્વે નં. 23 વાળી કિંમતી જમીન આવેલી છે આ જમીનમાં આરોપીએ કબ્જો કરવાના ઇરાદે ગેરકાયદે પ્રવેશ કર્યો છે જે ઘ્યાન પર આવતા તેઓએ વકીલ મારફતે આ બાબતની એક રજુઆત પોલીસ સમક્ષ કરી હતી અને તપાસનો આદેશ અપાયો હતો.


દરમ્યાનમાં વિગતો સામે આવતા મામલો પંચ-એ પોલીસ મથકમાં પહોચ્યો હતો જયાં ભરતભાઇ દ્વારા હાપા ખાતેની તેમની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરવા સબબ હાપા વાડી વિસ્તારમાં રહેતી દેવીબેન જીવા કોળી નામની મહિલા અને તપાસમાં જે નામ ખુલે તેની સામે બીએનએસ કલમ 329(1) મુજબ ફરીયાદ નોંધાવતા પંચકોશીના પીઆઇની સુચનાથી સ્ટાફ દ્વારા આરોપીની ધરપકડ કરવા સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે.


લોહાણા અગ્રણી વેપારીની હાપા ગામની સીમ વિસ્તારની કિંમતી જમીનમાં પેશકદમી કોઇએ કરી છે અને વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે આ અંગેની વિગતો બહાર આવતા ભારે ચકચાર મચી ગઇ છે પોલીસ દ્વારા ફરીયાદ આધારે તપાસ આગળ વધારવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application