હળવદમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો: તત્રં ઘોર નિંદ્રામાં

  • March 12, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હળવદ નગરપાલિકામાં છેલ્લ ા કેટલાક સમયથી યેનકેન  પ્રકારે ચર્ચામાં રહે છે માસીબા ની ખેતરની માફક છેલ્લ ા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટો છે.હળવદ શહેરમાં મનફાવે તેમ લોકો દબાણ કરીને બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેને રોકનાર કોઈ નથી પરંતુ જાગૃત નાગરિકો દ્રારા અવાર નવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી જવાબદાર તંત્રને ઢઢોળવા નો પ્રયત્ન કર્યેા છે શહેરમાં છેલ્લ ા કેટલાક સમયથી નિયમો  નેવે મુકી ગેરકાયદેસર બાંધકામ રાફડો ફાટયો છે એટલું જ નહીં સોસાયટી વિસ્તારમાં સાર્વજનિક પ્લોટ માં બાંધકામો કરી દેવામાં આવ્યા છે.પાલિકાની જગ્યાઓ પર મસમોટા ભાડા ઉધરાવી  રહ્યા છે.છતા પાલીકા તત્રં ચુપચાપ તમાશો જોઈ રહી હોવાની લોકચર્ચા થઈ રહી છે.
નગરપાલિકા હદમાં મોટા મોટા બિલ્ડીંગો  શોપિંગઓ ઉભા કરવામાં આવી રહ્યા છે જેની બાંધકામની મંજૂરી, ફાયર એનોસી, બી યુ  પરમિશન સહિતની સુવિધા છે કે કેમ એની પણ તપાસ વગર ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહ્યા છે નગરપાલિકા હદમાં આવતા વિસ્તારોમાં અને મેન બજારમાં વગર મંજૂરીએ ત્રણ ત્રણ માળના બિલ્ડીંગો શોપીંગઓ  બન્યા અને બની રહ્યા છે. ત્યારે હળવદની મેન બજારમાં રાજકોટ જેવી કોઈ કમનસીબે દુર્ઘટના બની તો તેમાં એમ્યુલસ પણ જાય તેવી જગ્યા નથી તો તત્રં જાગશે તેવું શહેરીજનોમાં ચર્ચાય રહ્યું છે.હળવદ માં  બિલ્ડરોની બન્યા બેફામ નગર પાલિકાની છત્ર છાંયામાં મનફાવે તેમ બાંધકામો કરવામાં આવી રહ્યાં છે બાંધકામો નામ પૂર્વક મંજૂરી લઇને ભવ્ય ઇમારોતો બાંધવામાં આવી રહીછે સત્તાધીશો ઉપર ગુલાબી નોટોના પાટા બંધાયા હોવાની આશકાંઓ સેવાય રહી છે. શહેરમાં થતા બાંધકામોને લઇને ફરી  બિલ્ડરો ગુલાબી નોટોના જોરે બાંધકામ કરવા માટે મંજૂરી મેળવીને મંજૂરી વિદ્ધ ભવ્ય ઇમારતોનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ઇમારતો બાંધવા માટે બિલ્ડરો એ કાયદા કાનૂનને નેવે મૂકીને શહેર ના મુખ્ય રોડ ઉપર જગ્યા છોડા વગરજ ઝીરો પોઇન્ટ ઉપર બાંધકામ કરવામાં આવી રહ્યા છે,જેના કારણે નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યાં છે ઠેક ઠેકાણે  ગેરકાયદેસર બાંધકામો નો રાફડો ફાટયો છે.બાંધકામ જોરશોર  ચાલી રહ્યા છે. આ મામલે  નગરપાલિકા અધિકારી ઓ એ  બિલ્ડરો સામે મૌન ધારણ કરીને બેઠા હોય તેમ આ વિષય ઉપર કોઈ વાત કરવા માંગતા નથી,બિલ્ડરો દ્રારા બાંધકામો કરવા માટે પાલિકા અધિકારીઓ સતાધીશોઓના આંખે ગુલાબી નોટોના પાટા બાંધી દીધા હોય તેવી લોક મુખે ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક વગર મંજુરી એ બાંધકામ કરી રહ્યા છે.તો કેટલાક વર્ષેા જુની મંજુરી લય કામ્ કરી રહ્યા છે હાલતો સમગ્ર શહેરમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટયો છે તેવુ શહેરીજનોમાં ચર્ચાય રહ્યું છે.  એક દાખલો હળવદ ચદ્રં પાર્ક સોસાયટી ના રહીસો એ ગેરકાયદેસર બાંધકામ બાબતે હળવદ કોર્ટ સમક્ષ રજૂઆત કરી  ગેરકાયદેસર બાંધકામ બધં રખાવાયુ હતું. જે આજે પણ બધં છે શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જેની અંદર બાંધકામ મંજૂરી, ફાયર એનોસી,બી યુ  પરમિશન સહિતની સુવિધા વગર બાંધકામો થઈ રહ્યા છે  છતાં પણ પાલીકા તત્રં દ્રારા આજદીન સુંધી કોય પગલાં લેવામાં આવ્યાં નથી, આવા બાંધકામો પર તાત્કાલિક ધોરણે  પાલીકા તત્રં દ્રારા પગલાં લેવા તેવી શહેરીજનોમાં માગણી ઉઠવા પામી છે.
રાજકોટની દુર્ઘટના બાદ સરકારે રાયના અન્ય નાના કે મોટા શહેરોમાં યાં પણ આ રીતે વિવિધ સંકુલો કે અન્ય બાંધકામો થયા છે તેની તપાસ કરી તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો છે ત્યારે હળવદમાં પણ તત્રં પગલાં લેશે ?તેવુ લોકોમાં ચર્ચાય રહ્યું છે

ફાયર એનઓસી વગરના ૧૦ બિલ્ડિંગમાંથી માત્ર એક જ સીલ!
પાલિકા તત્રં દ્રારા હળવદ  શહેરમાં ફાયર એનઓસી વગર ૧૦થી વધું કોમર્શિયલ વધુ બિલ્ડીંગોને અગાઉ  નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેમાં હળવદ સરા ચોકડી ખાતે માત્ર એક બિલ્ડીંગ સીલ કરવામાં આવી હતી.જે આજે પણ શીલ છે જેમાં એક સરકારી શાળાને પણ નોટીસ આપ્યાનું જાણવા મળ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application