સિલ્વર સેન્ડ માં ગેરકાયદે બાંધકામ; ભયાનક ભ્રષ્ટાચાર

  • April 18, 2024 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૮માં સિલ્વર સેન્ડ મેઇન રોડ ઉપર ઇમ્પિરિયલ હાઇટસ કોમ્પ્લેકસની પાછળ ડોકટરના બંગલાના પર્સનલ રેસિડેન્સ પ્રોજેકટમાં બેફામ ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું છે અને ટીપી બ્રાન્ચમાં ભયાનક ભ્રષ્ટ્રાચાર થયો હોય તેમ નોટિસ અને મનાઇહત્પકમની બજવણી કર્યા બાદ તેની મુદ્દત પૂર્ણ થવા સુધી આજ દિવસ સુધી ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવા કોઇ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા તંત્રની દાનત ઉપર સામાન્ય નાગરિકોમાં શંકા ઉપસ્થિત થઇ છે.

મિલીભગત કરીને ભ્રષ્ટ્રાચાર કરવામાં આવ્યો હશે તેથી ગેરકાયદે બાંધકામ દૂર કરાતું નહીં હોય તેવું સૌ માની રહ્યા છે છતાં તંત્રએ ગેરકાયદે બાંધકામ કરનારની લાજ કાઢી હોય તેમ તે દિશામાં બુલડોઝર દોડાવવાને બદલે નોટિસ આપ્યાના ૩૬ દિવસ પછી પણ કોઇ જ કાર્યવાહી કરી નથી.
વિશેષમાં આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ડો.તેજસ પંડા દ્રારા સિલ્વર સેન્ડ મેઇન રોડ ઉપર ઇમ્પિરિયલ હાઇટસ પાછળ, ગુલાબવાટિકા મેઇન રોડ નજીક, ૧૫૦ ફટ રિંગ રોડ, રાજકોટ ખાતે એક બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેનો બાંધકામ પ્લાન મંજુર કરાવ્યા પછી પ્લાનમાં દર્શાવ્યું ન હોય તેનાથી વધારાનું ગેરકાયદેસર બાંધકામ શરૂ કરતાં ગણગણાટ શરૂ થયો હતો અને કોઇએ ફરિયાદ કરતા વધારાના ગેરકાયદે મામલે નોટિસ ક્રમાંક રા.મ્યુ.કો.ટી.પી.ડેવ.વેસ્ટ ઝોન જા.નં.૫૩૫ તા.૧૩–૩–૨૦૨૪થી ડો.તેજસ પંડાને ઉપરોકત સરનામે ધી બીપીએમસી એકટ– ૧૯૪૯ની કલમ ૨૬૦ (૧) મુજબ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરએ નોટિસ આપી હતી જેમાં જણાવ્યું હતું કે તમોએ ટીપી બ્રાન્ચમાંથી મેળવેલી પ્લાન મંજૂરીથી વિધ્ધ અન અધિકૃત બાંધકામ શ કયુ હોય તે શા માટે તોડી ન પાડવું ? તે અંગે સાત દિવસમાં ખુલાસો કરશો. તદઉપરાંત રા.મ્યુ.કો.ટી.પી. ડેવ.વેસ્ટ ઝોન જા.નં.૫૩૬ તા.૧૩–૩–૨૦૨૪થી ધી બી.પી.એમ.સી.એકટ–૧૯૪૯ની કલમ ૨૬૭ મુજબ પ્લાન વિધ્ધ કરાતું અન અધિકૃત બાંધકામ તાત્કાલિક અસરથી બધં કરવા અને ચાર દિવસમાં ખુલાસો કરવા મનાઇહત્પકમ પણ ફરમાવ્યો હતો. નોટિસ અને મનાઇ હત્પકમની બજવણી અને તેની સમય મર્યાદા પૂર્ણ થયા પછી પણ અહીં ગેરકાયદે બાંધકામ ચાલુ રહ્યું હતું અને આજે પણ ચાલુ છે તેમ છતાં તંત્રવાહકો દ્રારા ત્યાં આગળ ગેરકાયદે બાંધકામ અટકાવવા કે થયેલું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે આજ દિવસ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, તેના ઉપરથી એ બાબત સ્પષ્ટ બની છે કે આ પ્રકરણમાં વહીવટ થઇ ગયો છે તે નક્કી છે ! ત્યારે કોણે, કોના કહેવાથી કેટલો વહીવટ કર્યેા તે બાબત ટોક ઓફ ધ ટાઉન બની છે


બંગલો માં માર્જિન પાકિગમાં અનઅધિકૃત બાંધકામ થઈ રહ્યું છે અને તે એટલી હદે અનઅધિકૃત છે કે આજુબાજુમાં રહેતા રહીશોના હવા ઉજાસ પણ બધં થઈ જાય તેમ છે. આ મામલે ફરિયાદો કરવા છતાં તત્રં જાગ્યું નથી. ફકત કાગળ ઉપર નોટિસો બજાવીને કાર્યવાહી કર્યાનું જાહેર કરી દેવાયું છે પરંતુ જો ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કરે તો મામલો વિશેષ સમજી શકાય તેવો છે


નિયમાનુસાર નોટિસ અને મનાઇ હુકમની બજવણી કરી આપી છે: એટીપી વેગડ

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૮ના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વેગડ એ જણાવ્યું હતું કે ઉપરોકત બંગલોમાં અનઅધિકૃત બાંધકામ થયા અંગે ફરિયાદ મળતા તેમને નોટિસ અને મનાઈ હત્પકમની બજવણી કરવામાં આવી છે. જોકે નોટિસ અને મનાઈ હત્પકમની બજવણી કરવામાં આવ્યા બાદ અને તેની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ આ જ દિવસ સુધી કેમ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેઓ સવાલ પૂછતા તેનો કોઈ પ્રત્યુતર તેઓ આપી શકયા ન હતા

ડોકટરના બંગલોનો બાંધકામ પ્લાન નિયમ અનુસાર મંજૂર છે: ટીપીઓ સાગઠિયા
રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ઉપરોકત બંગલોનો પ્લાન નિયમ મુજબ મંજૂર થયેલો છે અને અહીં પર્સનલ રેસીડેન્સ પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application