સવારે ઉઠવાની સાથેજ જો તમારું મોં સુકાઈ જાય છે? તો આ ગંભીર રોગ શરીરમાં કરી રહ્યો છે વિકાસ

  • September 02, 2024 05:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સવારે ઉઠવાની સાથેજ જો તમારું મોં સુકાઈ જાય છે અને તમને ખૂબ તરસ લાગે છે. હાઈ બ્લડ સુગરના લક્ષણો અને તરસ જો તમારું મોં સવારે સુકાઈ જાય છે અને તમને ખૂબ તરસ લાગે છે. તો આ બ્લડ સુગરમાં વધારો થવાનો સંકેત હોઈ શકે છે. ડાયાબિટીસના દર્દીનું ગળું સવારે સુકાઈ જાય છે કારણ કે લોહીમાં સુગર લેવલ વધી જાય છે. સવારે ઉઠ્યા પછી બ્લડ શુગર લેવલ વધી જાય ત્યારે ડાયાબિટીસમાં કયા લક્ષણો અનુભવાય છે તે જાણો.



દ્રષ્ટિમાં ઘટાડો - ઘણી વખત જો તમે સવારમાં જોઈ શકતા નથી. તો તે નબળી દ્રષ્ટિનું પ્રારંભિક લક્ષણ છે. જો આવું લાગે છે, તો તમે હાઈ બીપીના દર્દીના લક્ષણો બતાવી રહ્યા છો. ડોક્ટરોના મતે ડાયાબિટીસની અસર આંખો પર થાય છે અને લેન્સ મોટા થવાને કારણે દ્રષ્ટિ ઝાંખી પડી જાય છે.


થાક લાગવો- આખી રાત ઊંઘ્યા પછી થાક અને નબળાઈ લાગે તો એકવાર બ્લડ ટેસ્ટ કરાવો. શરીરમાં શુગર લેવલ વધવાથી થાક અને તણાવ વધે છે. જેને લોકો ઘણીવાર ગંભીરતાથી લેતા નથી.


હાથ ધ્રુજવા - ઘણી વખત લોકોના હાથ ધ્રૂજવા લાગે છે. જ્યારે શુગર લેવલ 4 એમએમઓએલથી નીચે આવે છે. ત્યારે ભૂખ લાગવી, હાથમાં ધ્રુજારી અને વધુ પડતો પરસેવો જેવા ઘણા લક્ષણો દેખાય છે. જો તમને પણ આમાંના કોઈપણ લક્ષણો લાગે, તો તરત જ ડૉક્ટરની સલાહ લો અને તમારું શુગર લેવલ તપાસો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News