હાલમાં લોકો મોટાભાગનો સમય સ્ક્રીન પર વિતાવતા હોય છે. તેની પાછળનું કારણ એ છે કે વડીલોથી લઈને બાળકો સુધી દરેક વ્યક્તિ ફોનના વ્યસની છે. આ સિવાય મોટા ભાગના લોકો કોમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ પણ કરે છે. ત્યારે વધુ સ્ક્રીન ટાઈમિંગને કારણે તેની આંખો પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તેથી સ્ક્રીન ટાઈમિંગ ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ. આખો દિવસ સ્ક્રીન તરફ જોવાથી આંખોને ખૂબ જ થાક લાગે છે. કેટલીક સરળ ટિપ્સ ફોલો કરવાથી આંખોને ઘણી રાહત મળે છે.
આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરવાથી કે તડકામાં રહેવાથી આંખોને થાક લાગે છે, જેના કારણે આંખોમાં લાલાશ, ભારેપણું, પાણી આવવું જેવી સમસ્યાઓ થઈ શકે છે, જેને નજરઅંદાજ ન કરવી જોઈએ. તો જાણો કઇ ટિપ્સની મદદથી થાકેલી આંખોને આરામ આપી શકાય છે.
હથેળીઓ ઘસો અને આંખો પર લગાવો
જો કામની વચ્ચે ખૂબ જ થાક અનુભવો છો, તો થોડી સેકંડ માટે બ્રેક લો અને હથેળીઓને એકસાથે ઘસો અને તેને આંખો પર રાખો. આ પ્રક્રિયાને બેથી ત્રણ વાર પુનરાવર્તન કરવાથી વ્યક્તિ એકદમ હળવાશ અનુભવે છે.
આંખો પર પાણી છાંટવું
થાક દૂર કરવા માટે કામમાંથી બ્રેક લઈ આંખો પર પાણીનો છંટકાવ કરી શકો છો, તેનાથી તરત જ તાજગી અનુભવશો. તેની સાથે વચ્ચે થોડી સેકન્ડનો બ્રેક લેતા રહો.
કાકડી ખૂબ જ અસરકારક
આંખનો થાક દૂર કરવા માટે આંખો પર કાકડીના ટુકડા મૂકી શકો છો અથવા કાકડીને છીણીને આંખો પર લગાવી શકો છો. આનાથી આરામ તો મળશે જ પરંતુ ધીમે ધીમે ડાર્ક સર્કલથી પણ છુટકારો મળશે.
આઇસ કોમ્પ્રેસ રાહત આપશે
જો લાંબા સમય સુધી સ્ક્રીનને કારણે આંખોમાં ભારેપણું અથવા સોજો અનુભવો છો તો આઈસ કોમ્પ્રેસ ખૂબ જ ઉપયોગી છે. આ માટે બજારમાંથી આઈસ જેલ પેડ ખરીદી શકો છો અથવા સ્વચ્છ સુતરાઉ કાપડને ઠંડા પાણીમાં પલાળી શકો છો. તેને હળવા હાથે નિચોવીને તેને આંખો પર મૂકી શકો છો. આ કપડાને સમયાંતરે બદલતા રહો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMગરમ પાણી કે ચાના થર્મોસમાંથી દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઉપાય
January 22, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech