પ્રયાગરાજમાં હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. દેશ-વિદેશમાંથી અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભ મેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ગુજરાત ટૂરિઝમ અને એસટી વિભાગ દ્વારા કુંભમેળા માટે ખાસ બસ દોડાવવાનું આયોજન કરાયું છે. બંને વિભાગે મળી કુંભમેળા માટે ખાસ પેકેજ તૈયાર કર્યું છે. રૂ. 8100માં ત્રણ દિવસ અને ચાર રાત્રિના પ્રવાસ કરાવશે. સોમવારથી દરરોજ અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેન્ડથી પ્રયાગરાજ જવા વોલ્વો બસ ઊપડશે.
ખાસ નોંધ
પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ તા: 25/01/2025થી એસટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફત કરી શકાશે. આ વેબસાઈટ પર તમામ માહિતી મળી રહેશે તો આ વબસાઈટની મુલાકાત લેવી
જાણો પેકેજમાં ક્યાં દિવસે ક્યારે તમને કઈ જગ્યાએ પહોંચાડશે
દિવસ-1
સવારે 7 વાગ્યે અમદાવાદ ગીતા મંદિરથી પ્રસ્થાન કરશે અને સાંજે 7 વાગ્યે બસ મધ્યપ્રદેશના શિવપુરી ખાતે પહોંચી જશે. અહી રાત્રિ રોકાણ કરાશે
દિવસ-2
સવારે 6 વાગ્યે મધ્યપ્રદેશના શિવપુરીથી પ્રસ્થાન કરશે અને બપોરે પ્રયાગરાજ પહોંચશે, બીજા દિવસનું રાત્રિ રોકાણ પ્રયાગરાજમાં જ કરાશે. દિવસ-2ના આગમનથી દિવસ-3ના પ્રસ્થાન સુધીનો સમયગાળો પ્રયાગરાજમાં સ્નાન માટેનો રહેશે
દિવસ-3
બપોરે 1 વાગ્યે પ્રયાગરાજથી ગુજરાત તરફ આવવા બસ પ્રસ્થાન કરશે, રાત્રે 11 વાગ્યે બસ શિવપુરી પહોંચશે. અહીં જ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ કરવામાં આવશે.
દિવસ-4
સવારે 7 વાગ્યે બસ શિવપુરીથી પ્રસ્થાન કરી ગુજરાત તરફ આવવા રવાના થશે અને સાંજ 7 વાગ્યે અમદાવાદ પરત ફરશે
27 જાન્યુઆરીથી અમદાવાદથી દરરોજ વોલ્વો બસ ઊપડશે
27મી જાન્યુઆરી- 2025ને સોમવારથી આ સેવા શરૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે.
8100 રૂપિયાના પેકેજમાં 3 દિવસ/4 રાત્રિનો પ્રવાસ
પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં જવા માટે ગુજરાતથી ફ્લાઈટ અને ટ્રેન ચાલી રહી છે. મુસાફરોનો ધસારાને જોતાં એરલાઈન્સ દ્વારા ખાસ ફ્લાઈટ પણ ઓપરેટ કરવામાં આવી રહી છે. હવે ગુજરાત એસટી દ્વારા કુંભમેળા માટે વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. એના માટે ગુજરાત ટૂરિઝમ વિભાગ સાથે મળી પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત ટૂરિઝમ અને GSRTC દ્વારા કુંભમેળા માટે જે ખાસ પેકેજ તૈયાર કરાયું છે એમાં યાત્રિકને રૂ. 8100માં 3 દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ કરાવાશે. પેકેજમાં વોલ્વો બસની મુસાફરી સાથે રહેવાની સુવિધા પણ પૂરી પડાશે. પ્રયાગરાજ ખાતે રાત્રિરોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે.
મુસાફરો સૂચનાઓનું ધ્યાન રાખી બુકિંગ કરાવે- હર્ષ સંઘવી
રાજ્યના વાહનવ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતથી પ્રયાગરાજનું અંતર લાબું છે. જેથી ટ્રાવેલિંગ દરમિયાન શિવપુરીમાં હોટલમાં એક રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. જે મુસાફરો બસમાં જવા માગતા હોય તેઓ ટ્રાવેલિંગ ટાઈમ અને અન્ય સૂચનાઓને ધ્યાનમાં રાખી બુકિંગ કરાવે. પેકેજમાં ટ્રાવેલિંગ અને ત્યાં ડોરમેટરીની વ્યવસ્થા રાખવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૧૪ મે,૨૦૨૫ના રોજ ઔદ્યોગીક ભરતીમેળો યોજાશે
May 12, 2025 05:47 PMજાખર પાટીયા પાસે ટેન્કરમાંથી ૨૦ લીટર ડીઝલ કાઢી લીધુ
May 12, 2025 05:44 PMજામનગર જિલ્લામાં બે દિવસ ચીજવસ્તુઓ ખરીદવા લોકોની પડાપડી
May 12, 2025 05:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech