પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં બે બ્રોન્ઝ મેડલ જીતનારી યુવા મહિલા શૂટર મનુ ભાકરનું નામ આગામી ધ્યાનચદં ખેલ રત્ન એવોર્ડની યાદીમાં ન હોવાનો મામલો ગરમાયો છે. આ વખતે મનુ ભાકરનું નામ સ્પોટર્સ એવોડર્સની સંભવિત યાદીમાં નથી. જો કે આ યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, રમત મંત્રાલયનું કહેવું છે કે મનુ ભાકરે આ એવોર્ડ માટે નામાંકન માટે પોતાનું નામ મોકલ્યું નથી, તેથી તેનું નામ સામેલ નથી. આ વિવાદ પર, મનુ ભાકરના પિતા રામ કિશન ભાકરે કહ્યું કે જો રમત મંત્રાલયને તેમની પુત્રીની ઉપલબ્ધિઓ પર ગર્વ હોય તો તેમણે તેને ખેલ રત્ન આપવો જોઈએ. તે તેના માટે અરજી કરશે નહીં.
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે મનુ ભાકરે ખેલ રત્ન માટે તેનું નામ મોકલ્યું હતું, પરંતુ તેના પિતાએ તેનો સ્પષ્ટ્ર ઇનકાર કર્યેા હતો. તેણે કહ્યું કે હત્પં નિશ્ચિતપણે કહી શકું છું કે અગાઉ ખેલ રત્ન મેળવનાર કોઈપણ ખેલાડીએ તેના માટે અરજી કરી નથી. છેવટે, આની શું જર છે? તમે અરજી કરો કે ન કરો, પુરસ્કાર સમિતિની વિવેકબુદ્ધિથી આપવામાં આવે છે, જે અમલદારોથી ભરેલી છે. થોડા વર્ષેા પહેલા સુધી, ખેલાડીનું નામ તેના ફેડરેશન દ્રારા મોકલવામાં આવતું હતું. જો ફેડરેશન નામ ન મોકલે તો ખેલાડી પોતે પોતાનું નામ મોકલી શકે છે, પરંતુ હવે ફેડરેશન આ પ્રક્રિયાથી અલગ થઈ ગયું છે. હવે ખેલાડીએ પોતે પોતાનું નામ કમિટીને એવોર્ડ માટે મોકલવાનું રહેશે. આ પછી, આ પુરસ્કારો માટે રચાયેલી સમિતિ નક્કી કરે છે કે કયા ખેલાડીને એવોર્ડ આપવાનો છે.
૧૨ સભ્યોની સમિતિના અધ્યક્ષની પસંદગી રમત મંત્રાલય દ્રારા કરવામાં આવે છે. આ સમિતિમાં ચાર ભૂતપૂર્વ ઓલિમ્પિયન, ત્રણ સ્પોટર્સ જર્નાલિસ્ટ, એક સ્પોટર્સ એડમિનિસ્ટ્રેટર, એક એસએઆઈ અધિકારી, એક પેરાસ્પોટર્સ પ્લેયર, એક સ્પોટર્સ એકસપર્ટનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહાપાલિકાની સાધારણ સભામાં પિવાના પાણી ગટરના પાણીમાં ભળી જવાનો થયો કકળાટ
December 28, 2024 03:15 PMભીલવાસમાં મટનની દુકાનમાં નશાકારક સિરપ વેચવાનું કારસ્તાન ચાલતું હતું
December 28, 2024 03:15 PMટીંબી હોસ્પિટલમાંથી બાઈકની ચોરી કરનાર ઘાંઘળીનો શખ્સ ઝડપાયો
December 28, 2024 03:14 PMરુપિયા બે કરોડના વિદેશી દારુ-બિયરના જથ્થાનો નાશ કરતા ૫ કલાક લાગ્યા
December 28, 2024 03:13 PMબુટલેગરોએ પથ્થરમારો કરતા એસએમસી ટીમનો વળતો ગોળીબાર
December 28, 2024 03:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech