જો ગેસનું ફૂલવું અથવા કબજિયાત જેવી સમસ્યાઓ વારંવાર પરેશાન કરે છે, તો તમારે તમારા આહાર પર ધ્યાન આપવાની જરૂર છે. આહારમાં ફાઈબરયુક્ત ખોરાકનો સમાવેશ કરીને અને સમયસર ખોરાક ખાવાથી આ સમસ્યાઓને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે. આ ઉપરાંતચોક્કસ પ્રકારના મસાલા પણ યોગ્ય પાચન જાળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
પાચનને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય પછી તે પેટનું ફૂલવું, અતિશય ગેસ થવો અથવા કબજિયાત હોય. તેની સીધી અસર આપણા મૂડ પર પડે છે. સવારે પેટ બરાબર સાફ ન થાય તો દિવસભર મૂડ ચીડિયો રહે છે અને ખાવાનું મન પણ થતું નથી. પાચન સંબંધી સમસ્યાઓ માટે આપણી ખાવાની ટેવ સંપૂર્ણપણે જવાબદાર છે.
આપણે શું ખાઈએ છીએ અને કયા સમયે ખાઈએ છીએ તેની અસર આપણા પાચનતંત્ર પર થાય છે. જો કે આહારમાં સુધારો કરીને પાચનને લગતી મોટાભાગની સમસ્યાઓ હલ કરી શકાય છે. નિષ્ણાતો કહે છે કે ફાઇબરથી ભરપૂર ખોરાક પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને કેટલાક મસાલા પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ માટે અસરકારક ઉપાય પણ છે.
મસાલા જે પાચનતંત્રને રાખે છે સ્વસ્થ :
વરીયાળી
વરિયાળીમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. જે શરીરમાંથી ગંદકી દૂર કરવાની સાથે શરીરને પોષણ આપે છે. તેને શાકભાજી, કઠોળ, રોટલી-પરાઠા સાથે મિક્સ કરી શકો છો અથવા જમ્યા પછી ખાઈ શકો છો, બંને રીતે ફાયદાકારક છે.
હીંગ
રસોઈમાં હિંગનો ઉપયોગ કરવાથી ખાવાનો સ્વાદ તો વધે જ છે સાથે સાથે તેના ફાયદા પણ વધે છે. હીંગમાં રહેલું કાર્મિનેટીવ તત્વ ગેસની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. આ ઉપરાંત તે પાચન ઉત્સેચકોને પણ સક્રિય કરે છે.
અજમો
અજમામાં ફાઈબર પણ હોય છે, જેનાથી કબજિયાત થતી નથી. તેમાં થાઇમોલ પણ હોય છે. જે પાચનને લગતી ઘણી સમસ્યાઓથી રાહત આપે છે.
હળદર
હળદરમાં કર્ક્યુમિન નામનું એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ હોય છે. જે આંતરડાની બળતરાને દૂર કરવામાં અસરકારક છે. જેનાથી પાચનમાં સુધારો થાય છે.
જીરું
માત્ર થોડી માત્રામાં જીરું પાચન સંબંધી અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે પૂરતું છે. આનાથી ગેસ, પેટનું ફૂલવું, એસિડિટી જેવી અનેક સમસ્યાઓથી રાહત મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech