જો છોલે ભટુરે ખાવાની ક્રેવિંગ થઇ હોય તો ફોલો કરો આ રેસીપી, જેનાથી મળશે એકદમ માર્કેટ જેવો સ્વાદ

  • August 30, 2024 06:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છોલે-ભટુરે ઉત્તર ભારતમાં લોકપ્રિય વાનગી છે. આ સ્વાદિષ્ટ વાનગી તેના મસાલેદાર છોલે અને ફ્લફી ભટુરા માટે જાણીતી છે. જો કે સ્વાદિષ્ટ છોલે-ભટુરે બજારમાં ઘણી જગ્યાએ મળે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય શકે છે. તમે ઘરે પણ સરળતાથી બજાર જેવા છોલે-ભટુરે બનાવી શકો છો. માટે જાણો છોલે-ભટુરે બનાવવાની રેસીપી જેને ફોલો કરીને પરિવાર અને મિત્રોને સ્વાદિષ્ટ છોલે-ભટુરે પાર્ટી માટે આમંત્રિત કરી શકો છો.

છોલે બનાવવા માટેની સામગ્રી:


  • 1 કપ ચણા
  • 1 મોટી ડુંગળી, સમારેલી
  • 2 ટામેટાં, સમારેલા
  • 2 લીલા મરચા, સમારેલા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1/2 ચમચી હળદર પાવડર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી આમચુર પાવડર
  • 1/2 ચમચી મીઠું
  • 1 કપ પાણી
  • તળવા માટે તેલ


છોલે બનાવવાની રીત:


  • ચણાને આખી રાત પાણીમાં પલાળી રાખો.

  • સવારે ચણાને પાણીથી ધોઈને કુકરમાં નાખો.

  • કૂકરમાં 1 કપ પાણી અને મીઠું નાખી ઢાંકણ બંધ કરો.

  • ચણાને 3-4 સીટી સુધી પકાવો.

  • પછી ચણાને બહાર કાઢીને બાજુ પર રાખો.

  • એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો.

  • જીરું તતડે પછી તેમાં ડુંગળી, ટામેટા અને લીલા મરચા નાખીને સાંતળો.

  • જ્યારે શાકભાજી નરમ થઈ જાય ત્યારે તેમાં ધાણા પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, આમચુર પાવડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  • હવે પેનમાં રાંધેલા ચણા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  • 1 કપ પાણી ઉમેરો અને ચણાને 10-15 મિનિટ સુધી ચડવા દો.

  • ચણા ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.


ભટુરે બનાવવા માટેની સામગ્રી:


  • 1 કપ લોટ
  • 1/2 કપ પાણી
  • 1/2 ચમચી મીઠું
  • તળવા માટે તેલ


ભટુરે બનાવવાની રીત:


  • એક વાસણમાં લોટ, મીઠું અને પાણી ઉમેરી લોટ બાંધો.

  • લોટને 15-20 મિનિટ ઢાંકીને રાખો.

  • લોટના નાના-નાના બોલ બનાવો.

  • પાટલી વેલણની મદદથી દરેક કણકને મોટા અને ગોળ આકારમાં વાળી લો.

  • એક પેનમાં તેલ ગરમ કરો.

  • તેલ ગરમ થાય એટલે પેનમાં ભટુરા નાખો.

  • ભટુરાને બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી તળો.

  • ભટુરાને બહાર કાઢીને ટીસ્યુ પેપર પર રાખો.

  • હવે ઘરે જ સ્વાદિષ્ટ છોલે ભટુરે માણી શકો છો! તેને ગરમાગરમ સર્વ કરો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application