વાળ ખરવાની સમસ્યા સ્ત્રી અને પુરૂષ બંનેમાં જોવા મળે છે અને તેના કારણે તણાવ વધી જાય છે. પ્રાકૃતિક વસ્તુઓની વિશેષતા એ છે કે તે ભલે ધીમે ધીમે લાભ આપે પરંતુ તેની કોઈ આડઅસર થતી નથી અને કુદરતી વસ્તુઓ માટે વધુ પૈસા પણ ખર્ચવા પડતા નથી. આ એવા બે છોડ છે જે ઘરમાં લગાવવામાં આવે તો વાળ મજબૂત જ નહીં પરંતુ ચમકવા પણ મળશે. આ બંને છોડ વાળ સંબંધિત સમસ્યાઓ માટે રામબાણની જેમ કામ કરે છે.
વાળને મુલાયમ અને મજબૂત બનાવવા માટે કોસ્મેટિક ટ્રીટમેન્ટનો આશરો લેવાનું ટાળવું જોઈએ. કારણકે આ ટ્રીટમેન્ટની અસર થોડા દિવસો માટે જ જોવા મળે છે અને તે પછી વાળ વધુ શુષ્ક, નિર્જીવ અને નબળા થઈ જાય છે.
આ બે છોડ વાળને બનાવશે ચમકદાર
એલોવેરા એક એવો છોડ છે જે વાળ, ત્વચા અને સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછો માનવામાં આવતો નથી. ઔષધીય ગુણોથી ભરપૂર એલોવેરા વાળને હાઇડ્રેટ કરે છે, તેને નરમ બનાવે છે અને કુદરતી ચમક પણ આપે છે. તેનાથી વાળ ખરતા પણ ઓછા થાય છે. આ સિવાય જો ઘરમાં હિબિસ્કસનો છોડ હોય તો તે પણ વાળને મજબૂત બનાવે છે અને તેને નવો રંગ અને ચમક આપે છે.
આ રીતે લગાવો એલોવેરા અને હિબિસ્કસ
એલોવેરાના બે મોટા પાન લો અને તેની જેલ અલગ કર્યા પછી તેને ગ્રાઇન્ડરમાં નાખીને પીસી લો. આ ટેક્સચરને વધુ સ્મૂધ બનાવશે. આ પછી હિબિસ્કસના પાનને પણ પીસી લો. આ બે વસ્તુઓને મિક્સ કરીને અઠવાડિયામાં એકવાર વાળમાં લગાવો. આ હેર માસ્ક લગાવ્યાના લગભગ 25 મિનિટ પછી વાળ ધોઈ લો. એક જ વારમાં ફરક અનુભવશો.
મહેંદી સાથે મિક્સ કરી લગાવો
તાજા એલોવેરા જેલ અને હિબિસ્કસના ફૂલોને ગ્રાઇન્ડરમાં મૂકો અને તેને પીસી લો. આ પેસ્ટને મેંદીમાં મિક્સ કરો અને તેમાં ચા પત્તીનું પાણી ઉમેરીને વાળ પર લગાવવા યોગ્ય જાડી પેસ્ટ બનાવો. મહેંદી, એલોવેરા અને હિબિસ્કસની આ પેસ્ટને અડધા કલાક માટે ઢાંકીને રાખો અને પછી તેને મૂળથી લઈને વાળના છેડા સુધી લગાવો અને લગભગ બે કલાક સુધી રહેવા દો.પછી વાળ ધોઈ લો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech