તું મારી સાથે મેરેજ નહીં કરે તો તને બદનામ કરી દઇશ: વિધર્મી શખસની યુવતીને ધમકી

  • August 22, 2023 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોશિયલ મીડિયા ફ્રેન્ડ દ્રારા યુવતી અને મહિલાઓની કનડગત અને તેમની પજવણીના બનાવ સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક આવા બનાવ અંગે રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ૨૪ વર્ષીય યુવતીએ ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ તેનું આઈ.ડી હેક કરી લઇ તેમાં ડીપીમાં યુવતી સાથેના મોર્ફ કરેલા પોતાના ફોટા મૂકી તું મારી સાથે મેસેજ નહીં કરે તો તને બદનામ કરી દઈશ. તેવી મૂળ યુપીના શખસે ધમકી આપના યુવતી આ મામલે ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં યુનિવર્સિટી રોડ પરના વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોબાઈલ નંબર ૯૯૭૩૭ ૩૭૩૨૮ ના ધારક મોહમ્મદઅલી સેફનું નામ આપ્યું છે. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામ અને વોટ્રસએપનો ઉપયોગ કરે છે. આજથી સાતેક માસ પૂર્વે ઇન્સ્ટાગ્રામ આઈ.ડી પર તેણે સર્ફીગ કરતી હતી ત્યારે જેકરીયાન૨૭ નામના આઈડીમાં એક રિલ જોતા તેને લાઈક કરી હતી. બાદમાં આ આઈડીના ધારકે યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી જે યુવતીએ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે સામાન્ય વાતચીત થતી હતી અને ત્યારબાદ મોબાઈલ નંબરની પણ આપ–લે થઈ હતી ત્યારબાદ બંને વોટસએપમાં ચેટ કરતા હતા.
​​​​​​​
દરમિયાન યુવતીને પોતાનું બીજું ઇન્સ્ટાગ્રામ આઈડી બધં કરવું હોય જેથી આ બાબતે તેણે આ શખ્સને વાત કરતા તેણે કહ્યું હતું કે, તારા મોબાઇલમાં જે ઓટીપી આવે તે મને આપી દેજે જેથી યુવતીએ ઓટીપી આપતા આ શખસે યુવતીનું આ ઇન્સ્ટાગ્રામ આઈડી પોતાના કબજામાં લઈ લીધું હતું અને આ આઈડી મારફત બીજી યુવતીઓને ફોલો કરવા લાગ્યો હતો. જેથી આ બાબતે યુવતીએ તેને આમ કરવાની ના પાડી હતી અને વોટ્રસએપ ચેટ પણ બધં કરી દીધું હતું.
દરમિયાન તારીખ ૨૦૬૨૦૦૨૩ ના રાત્રીના આઠેક વાગ્યે યવતીએ સોશિયલ મીડિયામાં જોતા આ શખસે યુવતીના આ આઈડી પર ડીપીમાં યુવતી સાથેનો મોર્ફ કરેલા પોતાનો ફોટો મુકયો હતો જેથી યુવતીએ તેને આમ કરવાની ના પાડતા તેણે ધમકી આપી હતી કે જો તું મારી સાથે મેરેજ નહીં કરે તો હત્પં તને સોશિયલ મીડિયા પર બદનામ કરી દઈશ. ત્યારબાદ આ શખસે પોતાના અલગ અલગ બે આઈડી મારફત યુવતીને સતત મેસેજ કરી અપશબ્દો લખી તેને હેરાન પરેશાન કરવા લાગ્યો હતો. જેથી અતં યુવતીએ આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ નંબર ૯૯૭૩૭ ૩૭૩૨૮ ના ધારક મોહમ્મદ અલી સેફ (રહે ઉત્તર પ્રદેશ ) સામે હેડ કોન્સ દિપકભાઇ પંડીતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application