ત્વચાનું કોલેજન ચોક્કસ ઉંમર પછી તૂટવા લાગે છે. જેના કારણે ત્વચાની સ્થિતિસ્થાપકતા ઓછી થવા લાગે છે અને ચહેરા, ગરદન, હાથ અને પગની ત્વચા ઢીલી પડવા લાગે છે, જેના કારણે ઝીણી રેખાઓ દેખાવા લાગે છે અને ધીમે-ધીમે તે કરચલીમાં ફેરવાઈ જાય છે. જો કે સ્કિન કેર રૂટીનનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે તો વધતી ઉંમર સાથે પણ ત્વચા ટાઈટ રહે છે .જો રોજબરોજ મેકઅપ કરો છો તો તેનાથી સંબંધિત કેટલીક ખરાબ આદતો અકાળે કરચલીઓનું કારણ બની શકે છે.
મેકઅપનો ઉપયોગ સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે પરંતુ મોટાભાગની બ્યુટી પ્રોડક્ટ્સમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી જો નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો આ મેકઅપ સુંદરતા બગાડી શકે છે અને સમયાંતરે ત્વચા ખરાબ દેખાવા લાગે છે. કઈ કઈ સાવચેતી રાખવી જરૂરી છે?
બ્રશ અને સ્પોન્જની સ્વચ્છતાનું ધ્યાન રાખવું
જેમ કપડાને ધોવાની જરૂર હોય છે, તેવી જ રીતે મેકઅપ બ્રશ અને બ્યુટી બ્લેન્ડરને સમયાંતરે સાફ કરવું જરૂરી છે. કારણકે તેમાં ઘણો મેકઅપ જમા થઈ જાય છે અને જ્યારે બ્રશ અને બ્લેન્ડર સાફ ન કરવામાં આવે તો તેમાં કીટાણુઓ વધવા લાગે છે. જે ત્વચામાં ચેપનું કારણ બની શકે છે.
મેકઅપને અન્ય લોકો સાથે શેર કરો
મોટાભાગની છોકરીઓની આદત હોય છે કે તેઓ પોતાના મિત્રો સાથે મેકઅપ શેર કરે છે પરંતુ મેકઅપ સાથે જોડાયેલી આ આદત ત્વચાને નુકસાન પહોંચાડે છે. મેકઅપ બ્રશ, આઈશેડો, લાઇનર, મસ્કરા, લિપસ્ટિક વગેરે જેવી વસ્તુઓ ભૂલથી પણ શેર ન કરવી જોઈએ. તેનાથી ત્વચાની સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.
એક્સપાયરી ડેટ તપાસતા નથી
એક વખતનો મેક-અપ લાંબા સમય સુધી ચાલે છે. તેથી સૌથી મોટી ભૂલ એ છે કે એક્સપાયરી ડેટ ચેક કર્યા વગર મેક-અપનો ઉપયોગ કરતા રહેવું. એક્સપાયર્ડ મેકઅપનો ઉપયોગ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી મેકઅપ ખરીદતી વખતે પણ એક્સપાયરી ડેટ જોવાનું ભૂલવું ન જોઈએ.
મેકઅપ ઉતાર્યા વિના સૂવું
મેકઅપ ઉતાર્યા વિના રાત્રે સૂવું એ સૌથી મોટી ભૂલ છે. આના કારણે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કારણકે લાંબા સમય સુધી મેકઅપ કરવાથી પોર્સ ભરાઈ જાય છે અને ત્વચામાંથી ઝેરી તત્વો બહાર નથી નીકળી શકતા. જેના કારણે વ્હાઈટ હેડ્સ ઉપરાંત બ્લેકહેડ્સ, ખીલ પણ થવા લાગે છે. જો સતત લાંબા સમય સુધી આવું કરો છો તો ત્વચા પર શુષ્કતા પણ વધી જાય છે જેના કારણે કરચલીઓ પડી જાય છે. તેથી મેકઅપ સાથે જોડાયેલી નાની-નાની વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech