મોદી સરકારે નવા વર્ષ ૨૦૨૫માં પેન્ડિંગ દસ વાર્ષિક વસ્તી ગણતરી હાથ ધરવાની તૈયારી કરી લીધી છે. પ્રથમ વખત ડિજિટલ વસ્તી ગણતરી થશે. આ માટે એક ખાસ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગણતરીકારો ટેબલેટ સાથે ઘરે–ઘરે જઈને ડેટા એકત્ર કરશે અને તેને રીઅલ ટાઇમમાં પોર્ટલ પર અપલોડ કરશે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની ઓફિસ તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. જો કે જાતિ ગણતરી હાથ ધરવા અંગેનો અંતિમ નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી, પરંતુ સરકારે આ મુદ્દે ગંભીર હોવાનો સંકેત આપ્યો છે. સૂત્રોનું કહેવું છે કે જો જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે તો મુસ્લિમોની જાતિઓ પણ ગણાશે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવાલ ઉઠાવ્યો હતો કે હિન્દુઓને જાતિઓમાં વહેંચનાર કોંગ્રેસને કયારેય મુસ્લિમોની જાતિ કેમ દેખાતી નથી? માનવામાં આવે છે કે વિપક્ષના જાતિ ગણતરીના મુદ્દાને નબળો પાડવા માટે સરકાર પણ આ દિશામાં આગળ વધી શકે છે. જાતિ ગણતરી હાથ ધરવી કે નહીં તે અંગે નીતિગત નિર્ણય લેવાની સાથે મોદીએ એ પણ નક્કી કરવાનું છે કે જો જાતિ ગણતરી હાથ ધરવામાં આવે તો તેમાં કેવા પ્રકારની પેટર્ન હોવી જોઈએ.
અંગ્રેજોએ ૧૮૭૨ થી ૧૯૩૧ સુધી યારે પણ વસ્તી ગણતરી હાથ ધરી ત્યારે જાતિની માહિતી પણ એકત્રિત કરવામાં આવી હતી. ૧૯૫૧ માં સ્વતત્રં ભારતમાં હાથ ધરવામાં આવેલી પ્રથમ વસ્તી ગણતરીમાં ફકત અનુસૂચિત જાતિ અને જનજાતિનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. રાજકીય દબાણ હેઠળ તત્કાલીન યુપીએ સરકાર દરમિયાન ૨૦૧૧ માં સામાજિક–આર્થિક–જાતિની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ડેટા જાહેર કરવામાં આવ્યો ન હતો. ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૧માં કરવામાં આવેલી જાતિની વસ્તી ગણતરીમાં અનેક સ્તરની ખામીઓ હતી જેના કારણે પ્રા ડેટા ખોટો હતો. કેન્દ્રના જણાવ્યા અનુસાર, ૧૯૩૧ માં દેશમાં હાથ ધરવામાં આવેલી છેલ્લી જાતિ ગણતરીમાં કુલ સંખ્યા ૪,૧૪૭ હતી, યારે ૨૦૧૧ માં હાથ ધરવામાં આવેલી જાતિ વસ્તી ગણતરીમાં, જાતિઓની સંખ્યા ૪૬ લાખથી વધુ હતી. યારે ડેટા અંગે શંકા હતી, ત્યારે સરકારે તેને સાર્વજનિક કરવાને બદલે તેને સ્થગિત રાખ્યો હતો.
આગામી વર્ષે યોજાનારી વસ્તી ગણતરી માટે ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી તમામ જિલ્લાઓ અને ગામડાઓની સીમાઓ ફ્રીઝ કરવાની તૈયારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech