જેતપુરથી રાજકોટ વચ્ચે હાલ સીકસ લેનરોડની કામગીરી ચાલુ છે જેના કારણે ઠેરઠેર સિંગલ પટ્ટીના અને તે પણ ખાડા ખબળાવાળો રોડ હોય તેના પરથી વાહન ચાલકોને પસાર થવું પડે છે ત્યારે હાલમાં ટોલ બુથ જ બધં હોવું જોઈએ તેના બદલે ટોલ ટેક્ષમાં વધારો કરવામાં આવ્યો છે. યારે જેતપુર ચેમ્બર્સ અને ડાઈંગ એસોસિએશન દ્રારા તો પીઠડીયા ટોલ પ્લાઝા નિયમ વિદ્ધ હોય તેને કાઢી નાખવાની માંગ કરી હતી અને માંગ પુરી ન થાય તો આંદોલનની ચીમકી આપી હતી.
જેતપુર થી રાજકોટ વચ્ચે ચાર લેઇનનો રોડ હતો તેમાં ટ્રાફિકજામ થતો હોવાથી કેન્દ્ર સરકાર દ્રારા ૬ લેઇનનો રોડ બનાવવમાં આવી રહ્યો છે. જેતપુરથી રાજકોટ વચ્ચે રોડનું કામ ચાલુ હોય ઠેરઠેર રોડ ખોદીને નવો બનાવતા વાહન ચાલકોને સિંગલ પટ્ટીના રોડ પર જ ચાલવું પડે છે. એટલે હાલ ૪ લેન રોડ હયાત નથી ૬ લેન રોડ બન્યો નથી ત્યારે ટોલ ટેક્ષ જ વસુલવો ન જોઈએ તેને બદલે પીઠડીયા અને ભડી બંને ટોલ પ્લાઝાએ ટોલ ટેક્ષના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
આ અંગે વાહન ચાલકો તો ટોલ ટેક્ષના ભાવ વધારાનો વિરોધ કરે જ છે પરંતુ વેપારીઓની સંસ્થા એવી જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સના ઉપપ્રમુખ રમેશભાઈ ખાચરિયાએ જણાવેલ કે, હાલમાં ૬ લેન રોડનું કામ ચાલુ છે ત્યારે ટોલ ટેક્ષના ભાવ વધારો ગેરકાયદેસર છે અને અમો તો પીઠડીયા ટોલ પ્લાઝા અહીં હોવું જ ન જોઈએ કેમ કે તે નિયમ વિદ્ધ છે ૩૬ કિમીમાં બે ટોલ પ્લાઝા આવે છે એટલે અમારે તો પીઠડીયા ટોલ નાકુ કાઢી નાખવું જોઈએ તેવી જ પેલા પણ માંગ હતી અને અત્યારે પણ તે જ માંગ છે અને આ માટે જર પડશે તો અમે અનશન આંદોલન પણ કરશું.
યારે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાએ જણાવેલ કે, જેતપુર ઔધોગિક શહેર છે અહીં દરરોજ હજારો વાહનો અવરજવર કરતા હોય છે. અને તેઓને બંને વખતે ટોલ ટેક્ષ ચૂકવવો પડે છે એક તો પીઠડીયા ટોલ પ્લાઝા નિયમ વિદ્ધ છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ૬૦ કિમીના અંતરમાં બે ટોલ પ્લાઝા હશે તો નાબૂદ કરાશે તેવું નિવેદન આપેલ અને પીઠડીયા ભડી બે ટોલ પ્લાઝા વચ્ચે તો ૩૬ કિમીનું જ અંતર છે જેથી પીઠડીયા ટોલ પ્લાઝા રદ થશે તેવું ૩ વર્ષ પૂર્વે અમે સાંભળ્યું હતું તે સાંભળીને અમો તો ખુશ થઈ ગયેલ પરંતુ પીઠડીયા ટોલ પ્લાઝા તો બધં જ ન થયું. અમારી તો માંગ પીઠડીયા ટોલ પ્લાઝા બધં કરવાની હતી તેના બદલે અહીં તો ભાવ વધારો કરવામાં આવ્યો એક બાજુ સિંગલ પટ્ટીનો રોડ રાજકોટના ૭૫ કિમીના અંતર સુધી પહોંચતા પણ ૩ કલાક જેટલો અત્યારે સમય લાગે છે ઠેરઠેર સિંગલ પટ્ટીના રોડને કારણે ટ્રાફિકજામમાં ફસાવવું પડે છે. અમો તો જે તે વખતે અહીં ટોલ પ્લાઝા બનતું હતું ત્યારે જ તેનો વિરોધ કરેલ પરંતુ અમાં ન ચાલ્યું હવે અમો પીઠડીયા ટોલ પ્લાઝા રદ કરાવવા વેપારીઓને સાથે રાખી ગાંધીનગર, દિલ્હી યાં જવું પડશે ત્યાં જશું. મુંબઈમાં તો સીંદે સરકારે મુંબઈમાં પ્રવેશવાના ટોલ પ્લાઝા રદ કર્યા તો અહીં કેમ ન થઈ શકે કે તમામ વાયદા જાહેરાતો ચૂંટણી લક્ષી જ હોય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech