કર્મચારી બોસ માટે ચા-નાસ્તો ન લાવી તો તેને નોકરીમાંથી ધોવા પડ્યા હાથ

  • September 27, 2024 05:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વ્યક્તિ જયારે નોકરી કરવા માટે કોઈ જગ્યાએ જાય છે ત્યારે પહેલેથી જ તેને કામ નક્કી કરી દેવામાં આવે છે. તેમને જે કામ સોંપવામાં આવે છે તે યોગ્ય રીતે કરવાનું પણ હોય છે. હવે મુદ્દો એ છે કે આ કાર્ય ખરેખર જોબ પ્રોફાઇલનો એક ભાગ હોવો જોઈએ અને કોઈની વ્યક્તિગત નહીં.


ઘણી વખત  ઓફિસમાં સિનિયરો તેમના જુનિયરને પોતાના નોકરની જેમ ટ્રીટ કરવાનું શરૂ કરે છે. આવું જ કંઈક એક છોકરી સાથે થયું, જેને દરરોજ તેના બોસ માટે નાસ્તો લઈ જવો પડતો હતો. આ કામ તેના રોજિંદા કામનો એક ભાગ બની ગયો હતો. તે  શૈક્ષણિક સંસ્થામાં કામ કરતી હતી નહી કે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં.


અહેવાલ મુજબ, જ્યારે લોઉ અટક ધરાવતી છોકરી નોકરીમાં જોડાઈ, ત્યારે તેને તેના સુપરવાઈઝર તરીકે એક મહિલા બોસ મળી. તેણે તેને અગાઉથી કહ્યું હતું કે દરરોજ સવારે તેણે તેના માટે અમેરિકાનો કોફી અને નાસ્તા માટે એક ઈંડું લાવવું પડશે. આ સિવાય તેણે પાણીની બોટલ હંમેશા તૈયાર રાખવી પડશે, જેથી જ્યારે પણ તેને મન થાય ત્યારે તે પાણી પી શકે. પહેલા તો છોકરી આવું કરતી રહી પરંતુ એક દિવસ તેણે વર્ક ચેટ ગ્રુપ પર આ વાત શેર કરી.


યુવતીને આશા હતી કે તેને મદદ કરવામાં આવશે પરંતુ તેના બદલે ચેટ ગ્રૂપના એડમિનિસ્ટ્રેટરે તેને ગ્રુપમાંથી રીમુવ કરી નાખી. બાદમાં એચઆરએ પણ તેને કોઈ વળતર નહીં મળે તેમ કહીને નોકરીમાંથી કાઢી મૂકી હતી. ટૂંક સમયમાં જ આ ઘટના લોકોના ધ્યાન પર આવી અને તેના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા. પછી  12 સપ્ટેમ્બરે કંપનીએ ફરી એકવાર લોઉને નોકરી પર રાખી અને તેના સુપરવાઇઝર લિયુને નોકરીમાંથી કાઢી નાખી. જો કે, લોઉને વળતર ચૂકવવામાં આવ્યું ન હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application