રાજકોટમાં ચાલુ વર્ષે ચોમાસું નબળું રહ્યું છે અને છેલ્લા એક દાયકાનો સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. શહેરને પીવાનું પાણી પુ પાડતા મુખ્ય આજી, ન્યારી અને ભાદર હજુ અડધા પણ ભરાયા નથી. જો આ વર્ષે આ ત્રણેય ડેમ ન છલકાય તો રાજકોટમાં દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ જાળવવા બમણાં નર્મદાનીરની જર પડશે.
વિશેષમાં મહાપાલિકાના ઇજનેરી સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ રાજકોટમાં દરરોજ ૨૦ મિનિટ પાણી વિતરણ વ્યવસ્થા જાળવવા દરરોજ ૩૮૦ એમએલડી પાણીની જર રહે છે જેમાં આજી–૧માંથી ૧૪૦ એમએલડી, ન્યારી–૧માંથી ૧૨૦ એમએલડી અને ભાદર–૧માંથી ૪૦ એમએલડી મળી કુલ ૩૦૦ એમએલડી પાણી મળે છે, તદઉપરાંત ૧૨૦ એમએલડી નર્મદાનીર પાઇપલાઇન મારફતેથી મળે છે. આ મુજબ કુલ ૪૨૦ એમએલડી પાણી મળે છે અને તેમાંથી ૩૮૦ એમએલડીનું વિતરણ થાય છે, લાઇન લોસ બાદ કરતા વધતું પાણી સ્ટોરેજ કરાય છે.
સૂત્રોએ ઉમેયુ હતું કે ચોમાસાના બે મહિના બાકી છે ત્યારે સારા વરસાદની આશા છે છતાં જો કદાચ જળાશયોમાં વધુ પાણી ન આવે તો રાજકોટમાં દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ જાળવવા બમણાં નર્મદાનીરની જર પડશે, હાલ પાઇપલાઇન મારફતે દરરોજ ૧૨૦ એમએલડી નર્મદાનીર મળે છે તેના બદલે ૨૪૦ એમએલડીની જર પડશે. તદઉપરાંત સૌની યોજના હેઠળ આજી–૧ ડેમમાં ૪૦૦ એમસીએફટી તેમજ ન્યારી–૧ ડેમમાં ૪૦૦ એમસીએફટી મળી કુલ ૮૦૦ એમસીએફટી પાણી ઠાલવવું પડશે. એકંદરે કહી શકાય કે જો આગામી બે મહિનામાં આજી, ન્યારી, ભાદર નહીં છલકાય તો ઉનાળો તો દૂર રાજકોટને શિયાળો પાર કરવા પણ સૌની યોજનાના નર્મદાનીરની જર પડશે અને દિવાળી આજુબાજુથી જ ડેમોમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું શ કરવું પડશ
આજી ડેમ ૪૩.૨૭ ટકા ભરાયો
રાજકોટને પીવાનું પાણી પુ પડતો મહાપાલિકાનો મુખ્ય જળ ક્રોત આજી–૧ ડેમ હજુ અડધો ભરાયો નથી. કુલ ૨૯ ફટની ઉંડાઇના આજી ડેમની સપાટી આજની સ્થિતિએ ૧૯.૬૦ ફટએ પહોંચી છે. ઓવરલો થવામાં હજુ ૯.૪૦ ફટનું છેટું છે. ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૯૩૩ એમસીએફટી છે જેની સામે ૩૮૯ એમસીએફટી પાણી સંગ્રહિત થતા ડેમમાં ૪૩.૨૭ ટકા ભરાયો છે
ભાદર ડેમ ૩૪.૭૦ ટકા ભરાયો
રાજકોટ મહાપાલિકાને દરરોજ ૪૦ એમએલડી પીવાનું પાણી પુ પડતો ભાદર–૧ ડેમ હજુ અડધો ભરાયો નથી. કુલ ૩૪ ફટની ઉંડાઇના ભાદરની સપાટી આજની સ્થિતિએ ૨૧.૬૦ ફટએ પહોંચી છે.ઓવરલો થવામાં ૧૨.૪૦ ફટનું છેટું છે. ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૬૬૪૪ એમસીએફટી છે જેની સામે હાલ સુધીમાં ૨૨૯૭ એમસીએફટી પાણી સંગ્રહિત થતા ડેમમાં ૩૪.૭૦ ટકા ભરાયો છે
ન્યારી ડેમ ૩૪.૯૧ ટકા ભરાયો
રાજકોટ મહાપાલિકાના પશ્ચિમ ઝોનના મુખ્ય જળ ક્રોત એવો કાલાવડ રોડ ઉપરનો ન્યારી–૧ ડેમ હજુ અડધો ભરાયો નથી. કુલ ૨૫ ફટની ઉંડાઇના ન્યારીની સપાટી આજની સ્થિતિએ ૧૪.૪૦ ફટએ પહોંચી છે.ઓવરલો થવામાં હજુ ૧૦.૭૦ ફટનું છેટું છે. જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા ૧૨૪૮ એમસીએફટી છે જેની સામે હાલ સુધીમાં ૩૭૪ એમસીએફટી પાણી સંગ્રહિત થતા ડેમ ૩૪.૯૧ ટકા ભરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech