મેટ લિપસ્ટિક તમારા હોઠને સૂકવી રહી છે, તો નરમ અને ગુલાબી હોઠ માટે અપનાવો આ ટિપ્સ

  • August 17, 2024 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો લિપસ્ટિક લગાવવાથી તમારા હોઠ ડ્રાય થઈ ગયા હોય તો કેટલીક ખાસ ટિપ્સની મદદથી તેને ગુલાબી અને કોમળ બનાવી શકો છો. ફાટેલા હોઠ પાછળ નબળી ગુણવત્તાની લિપસ્ટિક પણ કારણભૂત હોઈ શકે છે. જ્યારે ઘણા કિસ્સાઓમાં તે મેટ લિપસ્ટિકને કારણે પણ થાય છે. તેના ઉપયોગ સાથે જોડાયેલી કેટલીક ખાસ ટિપ્સ જણાવીએ જેની મદદથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.


મેટ લિપસ્ટિકનો ઉપયોગ કેવી રીતે કરવો?

૧)  કેટલીકવાર સીધી મેટ લિપસ્ટિક લગાવવાથી પણ સૂકા હોઠની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે લિપસ્ટિક જૂની થઈ ગઈ હોય અને ખૂબ જ સૂકી થઈ ગઈ હોય. તો તેનો ઉપયોગ કરતા પહેલા બ્લો ડ્રાયરનો ઉપયોગ કરો. આમ કરવા થી લિપસ્ટિક થોડી પીગળી જશે અને તેને હોઠ પર લગાવવામાં વધારે મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.


2)  મેટ લિપસ્ટિક લગાવતા પહેલાએ મહત્વનું છે કે હોઠને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરો. આ માટે સૌથી પહેલા સ્ક્રબનો ઉપયોગ કરો. બ્રાઉન સુગરની મદદથી તમારું પોતાનું DIY સ્ક્રબ તૈયાર કરી શકો છો અને તેને હોઠ પર મસાજ કર્યા પછી  હાઇડ્રેટિંગ લિપ બામનો ઉપયોગ કરો. આ પછી જ્યારે લિપસ્ટિક લગાવો છો, ત્યારે સૂકા હોઠની કોઈ સમસ્યા રહેશે નહીં.


3)  જો લિક્વિડ મેટ લિપસ્ટિકના ઉપયોગથી તમારા હોઠ શુષ્ક થઈ રહ્યા છે, તો પહેલાં તેને ક્રીમ લિપસ્ટિકથી કોટ કરી શકો છો. ક્રીમ લિપસ્ટિક હોઠને ફાટવાથી બચાવે છે જેથી તમારે સૂકા હોઠની સમસ્યાનો સામનો ન કરવો પડે.


4)  લિપસ્ટિક લગાવતા પહેલા લગભગ 10 મિનિટ પહેલા મોઇશ્ચરાઇઝિંગ મલમનો ઉપયોગ કરો. જો તમારા હોઠ ખૂબ જ શુષ્ક છે, તો દિનચર્યામાં ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવો.


5) મેટ લિપસ્ટિક લગાવતા પહેલા તમારે હોઠ પર ક્રીમી લાઇનર પણ લગાવવું જોઈએ. આ હોઠને શુષ્ક થતા અટકાવે છે અને લિપસ્ટિક પણ લાંબા સમય સુધી ટકી રહે છે.  જો તમારા હોઠની ત્વચા સંવેદનશીલ છે, તો પ્રયાસ કરો કે તમારી લિપસ્ટિકમાં વધુ રસાયણો ન હોય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News