રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ઈન્ટન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં ગઈકાલ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ મળતા સ્ટાઈપેડ થી ૨૦ ટકા જેટલો વધારો કરાયો છે.
જેને પગલે જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આવતી કાલથી ૪૦% ટકા સ્ટાઈપેંડ વધારા માટે હડતાલ કરવાની રાજ્ય સરકારને ચીમકી અપાઇ છે જે સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. દર્દીઓની સારવારના ભોગે તેમનો આ નિર્ણય અમાનવીય છે. આ ચીમકી દ્રારા દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃતિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી.
ખરી પરિસ્થિતિ તો એ છે કે, રેસીડેન્ટ તબીબોને દેશમાં સૌથી વધુ સ્ટાઈપેંડ આપનાર રાજ્યોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે. ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસીડન્ટ તબીબોને અપાતું સ્ટેપેન્ડ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે જ્યારે આ રેસીડન્ટ તબીબોને ભણાવતા પ્રોફેસરના પગાર ઉપર પણ લાગે છે ટેક્સ. રૂ.૧ લાખ થી વધુની રકમનું સ્ટાઇપેન્ડ લાંબા સમયથી રેસીડેન્ટ ડોક્ટરોને આપવામાં આવે છે.તેમાં પણ સરકારે ૨૦% નો વધારો કરીને ૧,૩૦,૦૦૦ સુધીનું કર્યું છે. દેશમાં અનેક રાજ્યો માં ૪૦ હજારથી ૭૦ હજાર સ્ટાઈપેંડની સામે ગુજરાત માં રેસીડેન્ટ તબીબોને અપાતું સ્ટાઈપેંડ રૂ.૧ લાખ થી વધુ છે. વધુમાં અન્ય રાજ્યોમાં ત્રણ વર્ષના બોન્ડ જેની સામે ગુજરાતમાં એક જ વર્ષના બોન્ડ છે.
આ ઇન્ટર્ન અને રેસીડેન્ટ તબીબોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતા વધુ રકમ સ્ટાઇપેન્ડ રુપે આ રેસીડેન્ટ તબીબોને અપાય છે. રેસીડેન્સી તબીબોને ભણાવતા પ્રોફેસર કરતાં પણ વધુ સ્ટાઇપેન્ડ થાય તેવી આ રેસિડેન્ટ તબીબોની માંગણી સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે.
અન્ય રાજ્યોના રેસીડન્ટ તબીબોની સ્ટાઈપેન્ડની સરેરાશ સ્થિતિનું પત્રક
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફરી આકરી ગરમી સહન કરવા તૈયાર રહેજો... મંગળવારથી હિટવેવ શરૂ થશે, રાજકોટ-કચ્છ માટે યલો એલર્ટ જાહેર
April 12, 2025 11:06 AMઆશ્ચર્યઃ સ્મોલ મેગેલેનિક ગેલેક્સીના તારાઓ ઉલ્ટી દિશામાં કરે છે ભ્રમણ
April 12, 2025 10:45 AMતહવ્વુર રાણા આપઘાત કરી લે એવી ભીતિ એનઆએએએ જાપ્તો વધુ કડક બનાવ્યો
April 12, 2025 10:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech