પોલીસ હેડ કવાર્ટરમાં કર્મચારી કે પરિવાર બીમાર પડે તો પડયા પર પાટુ: સીક લીવ માટે પગે પાણી ઉતરે!!

  • November 22, 2023 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટર થોડા વખતથી કોઈને કોઈ બાબતે કે કારણોમાં વિવાદના ચકડોળે જ રહ્યા છે. જાણે વિવાદ અને હેડ કવાર્ટર એકબીજાના પયર્યિ બની ગયા હોય. હવે હેડ કવાર્ટરના પોલીસ કર્મચારીઓ માટે બીમાર પડો એટલે દુર્દશા કે પડયા પર પાટું હોય તેમ સીક લીવ લેવામાં પગે પાણી ઉતરતા હોવાની ભારે ચચર્િ કે આંતરિક ધૂંધવાટ ઉભર્યો છે. સીક લીવ પર જઈ શકો. એવી મુશ્કેલી થતી હોવાનો ઉકળટ પણ હોવાની વાતો વહેતી થઈ છે.

શહેર પોલીસમાં પોલીસ મથકો, બ્રાંચોમાં કર્મચારીઓ કે તેમના પરિવારજનો બીમાર પડે તો સીક લીવ આવા ફેમિલી સીક લીવ રિપોર્ટ સાથે તબીબ પ્રિસ્ક્રિપ્શન કે સર્ટિફિકેટ જોઈન્ટ કરવાના હોય અને તે આધારે સીક લીવ મળતી હોય છે તેવો સિરસ્તો હોવાનું જાણવા મળે છે. જયારે પોલીસ હેડ કવાર્ટર રાજકોટ શહેર પોલીસનો જ ભાગ છે અને તેની જ સ્ટ્રેન્થ છે આમ છતાં હેડ કવાર્ટરમાં રાજકોટ શહેર પોલીસથી અલગ મતે જ જાણે નિયમ બદલી જતાં હોય કે આવું વલણ અખત્યાર થતું હોય તેમ પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓને સીક લીવમાં જવુ અઘ બની રહ્યું છે.


વર્ષ દરમિયાન મળતી રજાઓમાં સીક લીવ (માંદગી રજા)નો સમાવેશ હોય છે. હેડ કવાર્ટરના કર્મી બીમાર પડે સીક મેમો મુકે તો સીકના બદલે સી.એલ. કે આવી અન્ય રજાઓ નાછૂટકે લેવી પડે તેવી સ્થિતિ હોવાની ચર્ચા છે. કર્મચારીને બીમાર પડે તો એક તો માદગીની ઉપાધી અને માથે જતાં હવે સીક લીવ મળશે કે નહીં તેની ચિંતા. આમ બીમારીમાં પડયા પર પાટા જેવું થઈ પડે.


જો પોલીસ કર્મચારીના ફેમિલી મેમ્બર બીમાર પડે અને કર્મચારીએ તેની પાસે રહેવાની જરિયાત ઉભી થતી હોય તો સીક મેમો સાથે ફેમિલી સીક મળી શકે પરંતુ હાલ એવા થયા હોવાની વાતો છે કે, કર્મચારીઓએ તો માથુ પડવું મુનાસીફ નથી પરંતુ તેમના પરિવારજનો પણ જો બીમાર પડે તો કાંતો તેઓએ પરિવારના મુખ્ય વ્યક્તિની ગેરહાજરીમાં રહેવું પડે અથવાતો કર્મચારીએ સીક લીવ ન મળે તો પોતાની કે પરિવારની ખેવના માટે મજબુરીવશ અન્ય લીવ લેવી પડતી હશે.


સીક લીવ ન મળી હોય તો અન્ય લીવ ખર્ચાઈ જાય છે પછી જો અન્ય પારિવારિક કે કોઈ સારા, નરસા પસંગોપાત રજાની જર પડે તો કાંતો ગેરહાજર રહેવું પડે અથવા કપાત પગાર થાય. કર્મચારીઓમાં જે રીતે વાતો કે ગણગણાટ છે તે જો સત્ય હોય તો પોલીસ હેડ કવાર્ટરમાં માની શકાય. સીક લીવ (માંદગી રજા) મળે છે નથી મળતી એવું સ્પષ્ટ પરે ઓનપેપર હજી કાંઈ બહાર આવ્યું નથી. ખરેખર કર્મચારીઓ સીક લીવનાં નામે માંદગી રજાનો દુરઉપયોગ કરતા હશેને આવું કંઈ સામે આવ્યું હશે કે જાણવા મળ્યું હશે એટલે પોલકાત કર્મીઓને સીક લીવ નહીં અપાતી હોય કે નામંજૂર થતી હશે? કે પછી કર્મચારીઓને કમાન્ડમાં જ રાખવા આવું થતું હશે. એ તો કર્મચારીઓ કે અધિકારીઓ જાણતા હશે પણ હવે સીક લીવનો મામલો ગુંજવા લાગ્યો છે જેમાં તથ્ય શું છે એ અસ્પષ્ટ છે. માટે અત્યારે તો જો અને તો કે અફવાપ જ સમગ્ર પ્રકરણ ગણવું રહ્યું.


સીક લીવમાં સૂકા પાછળ લીલું તો નથી બળતુંને? ખરાઈ કરવી પણ જરી!
સીક લીવ એ પોલીસ માટે રજાનું સરળ અને હાથવગુ હથિયાર પણ ગણાતું હોય છે. સીક લીવ રિપોર્ટ આવે એટલે શંકા ઉપજે કે અધિકારી નજર કરતા જ હોય. કર્મચારીઓ દ્વારા સીક લીવનો દૂર ઉપયોગ ન થાય તે જોવાની ફરજ અધિકારીઓની પણ છે. સીક લીવમાં તબીબ પ્રિક્રિપ્શન, રિપોર્ટ હોય તો ખ પણ માનવુ રહે. સીક લીવના કિસ્સાઓમાં સૂકા પાછળ લીલુ પણ બળી જતું હોય તેવું થતું હશે? જેમને ખરેખર બીમારી હોય પરિવારજન બીમાર હોય અને લીવ જોઈતી હોય તેમને ન મળે એ પણ યોગ્ય ન કહેવાય તેવો શુર કર્મચારીઓમાં હશે. ખરેખર ખરાઈ કરવી જોઈએ અને જો યોગ્ય ન લાગે કે ખોટો સીક રિપોર્ટ હોય તો કેન્સલ થાય તે વ્યાજબી છે પરંતુ જયારે બીમાર હોય અને સીક લીવ ન મળે તો કર્મચારીઓની હાલત જાયે તો જાયે કહા જેવી થઈ પડે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application