સ્થાનિક સ્વરાજયની ચૂ્ંટણીમાં મતદાન કરવા માટે કોઇ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ ન કરી શકે તો તેના વિકલ્પ તરિકે અન્ય ૧૪ પૂરાવાઓ માન્ય રહેશે

  • February 15, 2025 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી તા.૧૬ ફેબ્રુઆરી, રવિવારના રોજ જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકા તેમજ જામનગર તાલુકા પંચાયત મતદાર મંડળમાં સમાવિષ્ટ ૧૪-જામવંથલી તાલુકા પંચાયત મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી યોજાનાર છે.આ ચૂંટણીમાં મતદાન કરવા માટે કોઈ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ ન કરી શકે તો અન્ય ૧૪ પુરાવાઓને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા માન્ય પુરાવા તરીકે જાહેર કરવામાં આવેલ છે. જે રજૂ કર્યે મતદાર પોતાના મતાધિકરનો ઉપયોગ કરી શકશે.

જેમાં,

૧.ફોટા સાથેનો પાસપોર્ટ,

૨.ફોટા સાથેનું ડ્રાઇવીંગ લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ),

૩.ફોટા સાથેનું ઇન્કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ,

૪.રાજય સરકાર/કેન્દ્ર સરકાર/જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ,

૫.પબ્લીક સેકટર બેન્કો અને પોસ્ટ ઓફીસ તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ),

૬.અનુસૂચિત જાતિ/અનુસૂચિત આદીજાતિ/અન્ય પછાત વર્ગ (OBC) નું સક્ષમ અધિકારીશ્રીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ),

૭.ફોટા સાથેના પેન્શન પ્રમાણપત્રો જેવા કે માજી સૈનિકોની પેન્શનબુક/ પેન્શન પેમેન્ટ ઓર્ડર/માજી સૈનિકની વિધવા/આશ્રિતોના પ્રમાણપત્રો/મોટી ઉંમરની વ્યકિતના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ),

૮.કેન્દ્ર સરકાર/ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકના ફોટા સાથેના ઓળખકાર્ડ,

૯.ફોટા સાથેના હથિયારોના લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ),

૧૦.સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ),

૧૧.રાષ્ટ્રીય ગ્રામિણ રોજગારી બાંહેધરી યોજના (MNREGS) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના જોબકાર્ડ, (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ),

૧૨.કર્મચારી રાજય વિમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઇસ્યુ થયેલ),

૧૩.નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ,

૧૪.UIDAI દ્વારા આપવામાં આવેલ "આધાર" કાર્ડનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application