પાટીદાર સમાજની દીકરીઓ અને માતા-પિતા વિશે કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા એક મહાસંમેલન મળ્યું હતું. આ મહાસંમેલનમાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને બાપા સીતારામ ચોક ટૂંકો પડ્યો હતો. સંમેલનમાં હાજર મોરબી સહિત સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોએ કાજલ હિન્દુસ્તાનીનાં વિવાદિત નિવેદનને સખત શબ્દોમાં વખોડી તાકીદે કાજલ જાહેરમાં માંફી માંગવાની રોષપૂર્ણ માંગણી કરી હતી. તેમજ સર્વે અગ્રણીઓ જો કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી નહિ માંગે તો તેની સામે કડક કાર્યવાહીની સો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.
સંમેલનમાં જોધપર કુમાર છાત્રાલયના પ્રમુખ જયંતિભાઈ પટેલ, શનાળા પટેલ વાડીના પ્રમુખ નરભેરમભાઈ શિરવી, મોરબી જિલ્લા પાટીદાર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા, ઉદ્યોગપતિ લીંબાભાઈ મસોત,કડવા પાટીદાર ક્ધયા કેળવણી મંડળના ઉપપ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, સીરામીક એસોસિએશનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઇ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, પાટીદાર અગ્રણી ટી.ડી. પટેલ, વિનુભાઈ વિડજા, એ.કે. પટેલ, અનિલ વરમોરા સહિતના આગેવાનો ઉપસ્તિ રહ્યા હતા.
કાજલ હિન્દુસ્તાની ટીપ્પણી મામલો
ડીવાયએસપી દ્વારા પત્રકાર પરિષદ કરી ખુલાસો કરવામાં આવ્યો કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ અંગે કરેલી ટીપ્પણીનો વિવાદ વધુ વકરી રહ્યો છે પાટીદાર સમાજ દ્વારા અગાઉ રેલી અને આવેદન આપ્યા છતાં કાજલ હિન્દુસ્તાનીએ માફી માંગી ના હોય મહાસભા પૂર્વે ડીવાયએસપી દ્વારા પત્રકાર પરિષદ યોજી આ મામલે અનેક ખુલાસા કરવામાં આવ્યા હતા. ડીવાયએસપી એસ એચ સારડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે જીલ્લા પોલીસને સોશ્યલ મીડિયાના માધ્યમી તેમજ અનેક મીડિયા પ્લેટફોર્મી જાણવા મળ્યું છે કે પાટીદાર સમાજની ૭ દીકરીઓ અંગે ટીપ્પણી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આવો કોઈ કિસ્સો પોલીસને ધ્યાને આવ્યો ની કે જીલ્લાના એકપણ પોલીસ મકમાં આવી કોઈ ફરિયાદ નોંધાઈ ની સગીર દીકરીઓ અને મહિલાની સુરક્ષા પોલીસની પ્રામિકતા રહે છે આવા કોઈ ગુના બને તો પોલીસ સંવેદનશીલતા દાખવી તુરંત કાર્યવાહી કરતી હોય છે જેમાં ગુના નોંધી આરોપીને ઝડપી લેવા તેમજ ભોગ બનનારને તેના વાલીઓને સોપવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે બહેન-દીકરીઓની સુરક્ષા પોલીસની હમેશા પ્રામિકતા રહી છે અને પોલીસ ત્વરિત કાર્યવાહી કરે છે ભવિષ્યમાં આવા કોઈ કિસ્સા બનશે તો પોલીસ તુરંત કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMભાણવડ પોલિસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર દરોડા
November 14, 2024 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech