મેં ૭૦ કલાક કામ કયુ તો બધાએ કરવું તેવું જરૂરી નથી: નારાયણ મૂર્તિ

  • January 21, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇન્ફોસિસના સહ–સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ તાજેતરમાં તેમના વિવાદાસ્પદ નિવેદન પર સ્પષ્ટ્રતા કરી છે જેમાં તેમણે યુવાનોને અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવાની સલાહ આપી હતી. નારાયણ મૂર્તિનું આ નિવેદન લાંબા સમય સુધી ચર્ચાનો વિષય રહ્યું અને લોકોએ તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી. હવે તેમણે પોતાના જૂના નિવેદન પર સ્પષ્ટ્રતા કરી છે કે તેમનો ઉદ્દેશ્ય કોઈને કામ કરવા માટે દબાણ કરવાનો નહોતો, પરંતુ તેમણે આત્મનિરીક્ષણ માટે સલાહ તરીકે આ કહ્યું હતું.
નારાયણ મૂર્તિએ તાજેતરના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે યુવા વ્યાવસાયિકોએ તેમના કારકિર્દીમાં સફળ થવા માટે વધુ મહેનત કરવી જોઈએ. તેમના નિવેદનથી ઘણા લોકો ગુસ્સે થયા અને તેને કામ પર વધુ પડતા દબાણ તરીકે જોવામાં આવ્યું. જોકે, મૂર્તિએ હવે તેમના નિવેદન પર પુનર્વિચાર કર્યેા છે, અને કહ્યું છે કે કોઈને પણ લાંબા સમય સુધી કામ કરવાની ફરજ પાડી શકાય નહીં.
સોમવારે મુંબઈમાં કિલાચદં મેમોરિયલ લેકચર પછી પત્રકારો સાથે વાત કરતા મૂર્તિએ કહ્યું, મેં મારી કારકિર્દીમાં ૪૦ વર્ષ સુધી અઠવાડિયામાં ૭૦ કલાકથી વધુ કામ કયુ. આ મારો અંગત અનુભવ છે. પરંતુ તેનો અર્થ એ નથી કે બધાએ એવું જ કરવું જોઈએ. તેમણે ભાર મૂકયો કે દરેક વ્યકિત પોતાની પરિસ્થિતિ અને જરિયાતો અનુસાર નિર્ણયો લે તે મહત્વપૂર્ણ છે.
મૂર્તિએ આગળ કહ્યું, આ કોઈ નિયમ નથી. આ ફકત મારો અનુભવ છે. દરેક વ્યકિતએ પોતાની ક્ષમતા અને સંજોગો અનુસાર કામ કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે કામના કલાકો કરતાં વધુ મહત્વનું એ છે કે આપણું કામ સમાજ માટે કેટલું ફાયદાકારક છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application