જૂનાગઢ જિલ્લ ાના વિસાવદરના મોટી મોણપરી ખાતે ગત રાત્રે દલિત સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં ગણેશ જાડેજા સામે ગુજસીટોક ધારાસભ્ય ગીતાબાનુ રાજીનામું અને જયરાજસિંહની અટક સહિતની માંગ કરી સરકારને ૪૦ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અને માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સ્વાતંય પર્વના દિવસે ગાંધીનગર સુધી બાઈક રેલી યોજી સરકારને આવેદન પત્ર પાઠવવાની જાહેરાત કરી હતી.
જૂનાગઢમાં દલિત યુવાનનુ અપહરણ કરી નિવક્ર કરી મોબાઇલમાં વિડીયો ઉતારી હત્યાના પ્રયાસના બનાવ મામલે દલિત સમાજમાં રોષ ફેલાયો છે અગાઉ ગોંડલ સુધી બાઈક રેલી યોજી સંમેલન કરવામાં આવ્યું હતું. જોકે સમગ્ર મામલે ગણેશ જાડેજા સહિત ૧૧ આરોપીઓ ઝડપાઈ ગયા છે અને જેલ હવાલે કરવામાં આવ્યા છે પરંતુ સંતોષકારક ન્યાય ન મળતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા દલિત સમાજ દ્રારા ગઈકાલે રાત્રે વિસાવદરના મોટી મોણપરી ખાતે સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દલિત સમાજના આગેવાનો દ્રારા ગણેશ જાડેજા સામે ગુજસીટોક, જયરાજસિંહ જાડેજાની અટક અને ધારાસભ્ય ગીતાબા જાડેજાના રાજીનામા સહિતની માંગ કરવામાં આવી હતી. અને સરકારને કાર્યવાહી અંગે ૧૫ ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ૪૦ દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો જુનાગઢથી મોટી સંખ્યામાં દલિત સમાજ ૧૩ ઓગસ્ટના ગાંધીનગર તરફ બાઈક રેલી પ્રસ્થાન કરશે અને આગામી સ્વાતંય પર્વના દિવસે સરકારને આવેદનપત્ર પાઠવશે. જુનાગઢ અનુસુચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકી એ તેની લડાઈ તેના દીકરા પૂરતી નથી પરંતુ દલિત સમાજના દરેક દીકરા માટેની હોવાનું જણાવી ગણેશ ટોળકી સામે કડક કાર્યવાહી, કેસમાં સરકાર સ્પેશિયલ પીપીની નિમણૂક કરી સમગ્ર કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાંમાં ચલાવવામાં આવે તેવી મુખ્ય માંગણી કરવામાં આવી છે અને આગામી તા.૧૦ સુધીમાં માંગ નહીં સ્વીકારવામાં આવે તો સોલંકી પરિવારના ૧૫૦ સભ્યો જુનાગઢ કલેકટર કચેરી ખાતે ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે તેમ જણાવ્યું હતું. આ સંમેલનમાં ડો બાબા સાહેબ આંબેડકરના પ્રપોત્ર ભીમ રાવ યશવંતરાય આંબેડકર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમાજના આગેવાનો દ્રારા તેનું સન્માન કયુ હતું. કાર્યક્રમ પૂર્વે કાળવા ચોક ખાતે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને હાર તોરા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ મોટી મોણપરી ખાતે પહોંચ્યા હતા. યાં દલિત સમાજના આગેવાનો દ્રારા યોજાયેલ સંમેલનમાં માગણીઓ મુજબ નિવેડો નહીં આવે તો તા. ૧૩ ઓગસ્ટના સવારે જુનાગઢ થી વિશાળ દલિત સમાજની રેલી નીકળશે અને બપોરે રાજકોટ પહોંચશે ત્યારબાદ લીંબડીમાં રાતવાસો કરી બીજા દિવસે ધોળકા અને ત્યાંથી અમદાવાદ રાત વર્ષેા કરી અને સ્વાતંય પર્વના દિવસે સવારે ગાંધીનગર મુકામે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે . આગામી તા.૧૧ જુલાઈના રોજ ગીર ગઢડા ખાતે દલિત સમાજનું સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech