ઈસરો 2027માં લોન્ચ કરશે ચંદ્રયાન-4 મિશન

  • February 07, 2025 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અવકાશ ક્ષેત્રે ભારત નવી નવી ઊંચાઈ સર કરવા તરફ આગળ વધી રહ્યું છે. હવે નવું અપડેટ ચંદ્રયાન-4 મિશન અંતર્ગત આવ્યું છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારત 2027 માં ચંદ્રયાન-4 મિશન લોન્ચ કરશે, જેનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરીને તેમને પૃથ્વી પર પાછા લાવવાનો છે. ચંદ્રયાન-4 મિશનમાં એલવીએમ -3 રોકેટના ઓછામાં ઓછા બે અલગ-અલગ લોન્ચનો સમાવેશ થશે, જેમાં મિશનના પાંચ અલગ-અલગ સાધનો હશે, જે ભ્રમણકક્ષામાં એસેમ્બલ કરવામાં આવશે.સિંહે કહ્યું કે ગગનયાન મિશન, જેમાં ભારતીય અવકાશયાત્રીઓને ખાસ રચાયેલ અવકાશયાનમાં પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મોકલવા અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો સમાવેશ થાય છે. આ મિશન આવતા વર્ષે શરૂ કરવામાં આવશે.

આવતા વર્ષે સમુદ્રયાન લોન્ચ કરવાની યોજના
2026 માં, ભારત સમુદ્રયાન પણ લોન્ચ કરશે, જે ત્રણ વૈજ્ઞાનિકોને સબમરીનમાં 6,000 મીટરની ઊંડાઈ સુધી લઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં સમુદ્રયાન મિશન પર પ્રકાશ પાડ્યો હતો. મંત્રીએ મહત્વપૂર્ણ ખનિજો, દુર્લભ ધાતુઓ અને ઓછી સંશોધન પામેલી દરિયાઈ જૈવવિવિધતા સહિત વિશાળ સંસાધનોને ઉજાગર કરવામાં દરિયાઈ નેવિગેશનની સંભાવના પર ભાર મૂક્યો.

ગયા વર્ષે પરવાનગી મળી હતી
ગયા વર્ષે, પીએમ મોદીની કેબિનેટે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી હતી. આ મિશન 36 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ મિશન માટે સરકારે 2104.06 કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડ્યું છે. આમાં ચંદ્રયાન-4 અવકાશયાન, બેએલવીએમ -3 રોકેટ અને ચંદ્રયાન-4 સાથે સતત સંપર્ક જાળવવા માટે અવકાશ નેટવર્ક અને ડિઝાઇન ચકાસણીનો સમાવેશ થાય છે. ચંદ્રયાન-4 એક જ વારમાં લોન્ચ કરવામાં આવશે નહીં. તેને બે ભાગમાં લોન્ચ કરવામાં આવશે. આ પછી, તેના મોડ્યુલો અવકાશમાં જોડાયેલા હશે. એનો અર્થ એ કે આપણે ડોકીંગ ચંદ્રની સપાટી પરથી માટીના નમૂનાઓ મેળવાશે
ચંદ્રની સપાટી પરથી માટીના નમૂનાઓ મેળવાશે
ચંદ્રયાન-4 ને ટુકડાઓમાં અવકાશમાં મોકલવામાં આવશે અને અવકાશમાં જ એસેમ્બલ કરવામાં આવશે. આ મિશન દ્વારા જ ઇસરો ચંદ્ર પરથી નમૂના લેશે અને પૃથ્વી પર પાછા ફરશે. અવકાશમાં મોડ્યુલોને જોડવાનો અને અલગ કરવાનો ફાયદો એ થશે કે ભવિષ્યમાં ભારતીય અવકાશ મથક (ઇઅજ) આ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. તેથી ચંદ્રયાન-4 મિશન જરૂરી છે.

ચંદ્રયાન-4 ના બે ભાગ પૃથ્વીની ઉપર જોડાશે
ચંદ્ર પર મિશન પૂર્ણ કયર્િ પછી પૃથ્વી પર પાછા ફરતી વખતે ડોકીંગ મેન્યુવર એ એક નિયમિત પ્રક્રિયા છે. ઇસરો ચીફે કહ્યું કે અમે આ કામ પહેલા પણ કરી ચૂક્યા છીએ. ચંદ્રયાનના વિવિધ મિશનમાં દુનિયાએ આ જોયું છે. અમે એક અવકાશયાનના કેટલાક ભાગો ચંદ્ર પર ઉતાયર્િ જ્યારે બીજો એક ભાગ ચંદ્રની આસપાસ ભ્રમણકક્ષામાં રહ્યો. આ વખતે આપણે તેમને જોડવાનું કામ કરીશું. આ વખતે ચંદ્રયાન-4 ના બે મોડ્યુલ પૃથ્વીની ભ્રમણકક્ષામાં ઉમેરવામાં આવશે.

ભારતીય અવકાશ મથક 2035માં બનશે
ચંદ્રયાન-4 મિશનની સમીક્ષા, કિંમત અને વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સરકાર અને ઇસરોના વિઝન 2047નો એક ભાગ છે. ઇસરો 2035 સુધીમાં ભારતીય અવકાશ મથક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.ભારતીય અવકાશ મથક અનેક ટુકડાઓમાં લોન્ચ કરવામાં આવશે અને અવકાશમાં એસેમ્બલ કરવામાં આવશે. તેનો પહેલો ભાગ એલવીએમ 3 રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે. એવી અપેક્ષા છે કે તેનું પહેલું લોન્ચિંગ 2028 માં થશે. આ માટે એક અલગ દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે, જેને મંજૂરી માટે સરકાર પાસે મોકલવામાં આવશે. ભારતીય અવકાશ મથક પાંચ અલગ અલગ ભાગોને જોડીને બનાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application