ઇસ્કોનએ બાંગ્લાદેશમાં વકીલ સૈફુલ ઇસ્લામ અલીફની હત્યા અને અન્ય વિવાદો સાથે ઇસ્કોનનું નામ જોડવાનો તીવ્ર ઇનકાર કર્યેા છે. ઈસ્કોન બાંગ્લાદેશના જનરલ સેક્રેટરી ચા ચદ્રં દાસ બ્રહ્મચારીએ જણાવ્યું હતું કે ઈસ્કોનનો આ ઘટનાઓ સાથે કે તેમની સાથે સંબંધિત કોઈપણ પ્રદર્શનો સાથે કોઈ સંબધં નથી. તેમણે આ આરોપોને ખોટા, દૂષિત અને સંસ્થાને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
ઢાકામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચા ચદ્રં દાસે કહ્યું કે ચિન્મય કૃષ્ણ દાસને પહેલા જ સંગઠનમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેમણે સ્પષ્ટ્રપણે કહ્યું છે કે સંગઠન તેમના કાર્યેા કે નિવેદનો માટે જવાબદાર નથી. ઇસ્કોન બાંગ્લાદેશે પ્રેસ કોન્ફરન્સ અને વહીવટી અધિકારીઓ સાથે વાતચીત દ્રારા તેની સ્થિતિ સ્પષ્ટ્ર કરી છે.
મળતી માહિતી મુજબ, ચિન્મય કૃષ્ણ દાસ ચટગાંવમાં શ્રી શ્રી પુંડરિક ધામનું સંચાલન કરતા હતા, દાસને સંગઠનાત્મક અનુશાસનનું ઉલ્લંઘન કરવા બદલ ઇસ્કોનમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. રાજદ્રોહના આરોપમાં ઢાકામાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને ચટગાંવની અદાલતે તેને અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આરોપ છે કે તેણે સનાતન જાગરણ મચં હેઠળ એક રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્ર્રધ્વજ પર ભગવો ઝંડો ફરકાવ્યો હતો. તેને રાષ્ટ્ર્રની સાર્વભૌમત્વનું અપમાન માનવામાં આવ્યું હતું.
ચા ચદ્રં દાસે કહ્યું કે ઈસ્કોનને રોડ અકસ્માત અને હત્યા સાથે ખોટી રીતે જોડવામાં આવી રહી છે. કેટલાક જૂથો સંગઠન પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે, જેને ઈસ્કોને ખોટું કહ્યું છે. ઈસ્કોને સ્પષ્ટ્ર કયુ છે કે જે નેતાઓને સંગઠનમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે તેઓ હવે સંગઠનનું પ્રતિનિધિત્વ કરતા નથી. આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો યારે ચટગાંવમાં આયોજિત રેલીમાં રાષ્ટ્ર્રધ્વજ પર ભગવો ધ્વજ ફરકાવવાની તસવીરો વાયરલ થઈ. આ ઘટના બાદ બાંગ્લાદેશમાં રાજકીય અને સામાજિક ટીકાઓ વધી હતી. તેને રાજદ્રોહી કૃત્ય તરીકે વર્ણવવામાં આવ્યું હતું અને ચિન્મય કૃષ્ણ દાસ સહિત ૧૮ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
હિંદુઓ વિદ્ધ નફરત ફેલાવનારા બાંગ્લાદેશી કટ્ટરપંથીઓનું ચીને સ્વાગત કયુ
બાંગ્લાદેશમાં હાજર જમાત–એ–ઇસ્લામી અને અન્ય ઇસ્લામિક જૂથોના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ ચીન પહોંચ્યું હતું. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીસીપી)ના આમંત્રણ પર ૧૪ લોકોનું જૂથ ચીનના પ્રવાસે ગયું છે. આશ્ચર્યજનક વાત એ છે કે માત્ર એક મહિનામાં આ બીજી મુલાકાત છે, યારે બાંગ્લાદેશની જમાત–એ–ઈસ્લામી સિવાય ખલીફા કાઉન્સિલ, ઈસ્લામિક ઓર્ડર અને ખલીફા મૂવમેન્ટના લોકોએ પણ મુલાકાત લીધી છે. ચીન જઈ રહેલા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ જમાત–એ–ઈસ્લામીના સેન્ટ્રલ નાયબ–એ–અમીર (ઉપપ્રમુખ) અને ભૂતપૂર્વ સંસદસભ્ય સૈયદ અબ્દુલ્લા મોહમ્મદ તાહિર કરી રહ્યા છે.બાંગ્લાદેશના સ્થાનિક અહેવાલ મુજબ, આ પ્રથમ વખત છે યારે કોઈ ઈસ્લામિક જૂથ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના આમંત્રણ પર દેશની મુલાકાતે છે. જો કે, ભૂતપૂર્વ સંસદસભ્ય સૈયદ અબ્દુલ્લા મોહમ્મદ તાહિરે વર્તમાન મુલાકાત વિશે કોઈ માહિતી આપવાનો ઇનકાર કર્યેા હતો અને માત્ર એટલું જ કહ્યું હતું કે આ માત્ર એક સૌજન્ય મુલાકાત છે. બાઈડેન સરકારે બાંગ્લાદેશ પર ધ્યાન આપ્યું નથી, ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પરત ફરી રહ્યા છે
બાંગ્લાદેશ અત્યારે સાંપ્રદાયિક આગમાં સળગી રહ્યું છે. હિન્દુઓ પર સતત હત્પમલા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અમેરિકા તરફથી એક મોટું નિવેદન આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બાઈડેન સરકારે બાંગ્લાદેશ પર વધુ ધ્યાન આપ્યું નથી. પરંતુ હવે ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પરત ફરી રહ્યા છે.યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમના ભૂતપૂર્વ કમિશનર જોની મૂરે કહ્યું છે કે અમેરિકાની બિડેન સરકારે બાંગ્લાદેશ પર વધુ ધ્યાન આપ્યું નથી. આ સમય માત્ર બાંગ્લાદેશની લઘુમતીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશના અસ્તિત્વ માટે ખતરા સમાન છે. પરંતુ ટ્રમ્પ હવે આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ તેમની શ્રે ટીમ સાથે સત્તા સંભાળવા જઈ રહ્યા છે. તેમની ટીમ અમેરિકન મૂલ્યોની હિમાયતી છે અને ભારતને સાથી તરીકે જુએ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech