ભારતીય રેલવેનું ઈ-ટિકિટીંગ પ્લેટફોર્મ, ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની ઓનલાઈન વેબસાઈટ અને મોબાઈલ એપ આજે ઠપ્પ થઈ છે. તત્કાલ ટિકિટ બુકિંગ સમયે જ આ સમસ્યા સર્જાતા દેશભરમાં લાખો લોકોને ટિકિટ બુકિંગમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે ટિકિટિંગ પ્લેટફોર્મ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, મેન્ટેનન્સ એક્ટિવિટીને કારણે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
IRCTCની વેબસાઈટ પર લખેલા નોટિફિકેશન મુજબ, 'મેન્ટેનન્સ એક્ટિવિટીને કારણે હાલમાં ઈ-ટિકિટિંગ સેવા ઉપલબ્ધ રહેશે નહીં. કૃપા કરીને પછી પ્રયાસ કરો.' આ સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, 'ટિકિટ/ફાઈલ TDR રદ કરવા માટે, કૃપા કરીને કસ્ટમર કેર નંબર 14646,08044647999 અને 08035734999 પર કોલ કરો અથવા etickets@irctc.co.in પર મેઇલ કરો.'
IRCTC 1999માં ભારતીય રેલવેમાં જોડાઈ
ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળનું 'મિની રત્ન (કેટેગરી-1)' કેન્દ્રીય જાહેર ક્ષેત્રનું સાહસ છે. IRCTC ને 27 સપ્ટેમ્બર 1999ના રોજ ભારતીય રેલવેની શાખા તરીકે સામેલ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે સામાન્ય રીતે IRCTC પર તત્કાલ ટિકિટ બુક કરવાનો સમય સવારે 10 વાગ્યાનો છે. જ્યારે સ્લીપર ક્લાસ માટે તત્કાલ ટિકિટ બુક કરવાનો સમય સવારે 11 વાગ્યાનો છે. પરંતુ આજે (26 ડિસેમ્બર) IRCTC ટિકિટિંગ પ્લેટફોર્મ બંધ થવાને કારણે દેશભરમાં લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
IRCTCની મુખ્ય સેવાઓ
કેટરિંગ અને હોસ્પિટાલિટી
ઇન્ટરનેટ ટિકિટિંગ
પ્રવાસ અને પર્યટન
પેકેજ્ડ પીવાનું પાણી (રેલ નીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનું 92 વર્ષની વયે નિધન
December 26, 2024 10:19 PMપૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
December 26, 2024 09:12 PMરાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની કરોડોની મિલકત ટાંચમાં લેવાશે
December 26, 2024 08:56 PMઅમદાવાદમાં વાતાવરણમાં પલટો: અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, માવઠાની આગાહી
December 26, 2024 08:27 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતોનું સ્થળ પર નિવારણ
December 26, 2024 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech