બેઠક પાસે પોલીસ પ્રગટી : મોબાઇલ, રોકડ કબ્જે : એક ફરાર
જામનગરના મહાપ્રભુજીની બેઠક નજીક હોટલ સામે આવેલા ચોકમાં બકાલાના ધંધાર્થી મોબાઇલ એપ્લીકેશન મારફત આઇપીએલનો સટ્ટો રમતા પોલીસે રોકડ તેમજ મોબાઇલ સાથે પકડી લીધો હતો જેમાં એકનું નામ ખુલ્યુ હતું.
હાલમાં ચાલી રહેલ આઇપીએલ ૨૦-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમનારા શખ્સો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, દરમ્યાન સીટી-એ ડીવીઝન પોલીસ દ્વારા બેઠક રોડ પર મહાકાલ ચોકમાં દરોડો પાડવામાં આવ્યો હતો જયાં ઠેબા ચોકડી વિસ્તાર ખાતે રહેતા બકાલાનો ધંધો કરતા લાલજી બાબુ કછેટીયા નામના શખ્સને મોબાઇલમાં એપ્લીકેશન મારફત આઇપીએલની દિલ્હી-બેંગ્લોર વચ્ચેની મેચનું પ્રસારણ નિહાળી સોદા કરીને જુગાર રમતા તેને પકડી લેવામાં આવ્યો હતો.
તેની પાસેથી રોકડા ૧ હજાર તથા એક મોબાઇલ મળી કુલ ૧૧ હજારના મુદામાલ કબ્જે કરાયો હતો, તપાસ દરમ્યાન જામનગરના મહેબુબ નામના શખ્સની સંડોવણી ખુલી હતી જેને ફરાર જાહેર કરી તપાસ લંબાવી છે.