કાલથી આઈપીએલ મહાસંગ્રામ શરૂ: ચાહકો આતુર

  • March 21, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ ) ૨૦૨૪ આવતીકાલથી શ થવાની છે. આઈપીએલની ચમકતી ટ્રોફી જીતવા માટે મેદાન પર કુલ ૧૦ ટીમો એકબીજા સામે ટક્કર કરતી જોવા મળશે. આઈપીએલ ટૂર્નામેન્ટની શઆતની મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. ગત સિઝનમાં સીએસકેએ ગુજરાતને હરાવીને પાંચમી વખત ટાઇટલ જીત્યું હતું. હાલમાં બીસીસીસસીએ હાલમાં જ ૨૨ માર્ચથી ૭ એપ્રિલ સુધીનું શેડૂલ જાહેર કયુ છે. આ વખતે આઈપીએલમાં એવા બે નિયમ આવવા જઈ રહ્યા છે, જે અમ્પાયરો અને બોલરોને ઘણી રાહત આપશે. તેમજ ચાહકો માટે રોમાંચક મેચો પણ જોઈ શકાશે.

બોલરો માટે બાઉન્સર અને અમ્પાયરો માટે સ્માર્ટ રિવ્યુ સિસ્ટમના નિયમો આઈપીએલ ૨૦૨૪માં લાગુ કરવામાં આવશે. મતલબ કે આ વખતે બોલર અને અમ્પાયર બંનેને ઘણી મદદ મળવાની છે. હવે આઈપીએલમાં બોલરોને એક ઓવરમાં બે બાઉન્સર નાખવાની છૂટ મળશે. યારે આંતરરાષ્ટ્ર્રીય ક્રિકેટમાં એક ઓવરમાં એક જ બાઉન્સર નાખવાનો નિયમ છે. પરંતુ આ વખતે આઈપીએલ માં ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ આ નિયમનો ઉપયોગ ભારતની ટી–૨૦ ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કરવામાં આવ્યો છે. આ નિયમથી મેચનો ઉત્સાહ પણ વધશે.

હવેથી ટીવી અમ્પાયર અને હોક–આઈ ઓપરેટર એક જ મમાં બેસશે. આ રીતે, સ્માર્ટ રિપ્લે સિસ્ટમ હેઠળ, ટીવી અમ્પાયર હવે સીધા હોક–આઈ ઓપરેટરો પાસેથી માહિતી મેળવશે. અમ્પાયરને હોક–આઇના આઠ હાઇ સ્પીડ કેમેરામાંથી ઇમેજ મળશે, જેનાથી નિર્ણય લેવામાં સરળતા રહેશે. ઉપરાંત, નવા નિયમમાં ટીવી અમ્પાયરને વધુ ધ્ષ્ટ્રિથી જોવાની સુવિધા મળશે, પરંતુ અગાઉ આ શકય નહોતું.

કેટલી ટીમો ભાગ લઈ રહી છે?
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ૧૦ ટીમો ટ્રોફી માટે એકબીજા સામે લડતી જોવા મળશે. ટુર્નામેન્ટમાં દિલ્હી, કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો ભાગ લેતી જોવા મળશે.

સ્માર્ટ સિસ્ટમથી સાચા અને ઝડપી નિર્ણયો લેવાનું સરળ બનશે

જો કોઈ ફિલ્ડરે બાઉન્ડ્રી પર કેચ લીધો હોય, તો તે સ્થિતિમાં અગાઉના ટીવી બ્રોડકાસ્ટર્સ સ્પ્િલટ સ્ક્રીન પર ફિલ્ડરના બંને હાથ અને પગ એક સાથે દેખાડી શકતા ન હતા. પરંતુ હવે નવી સીસ્ટમ હેઠળ, અમ્પાયર પાસે બોલ પકડવામાં, છોડવામાં તેમજ પગ સમાન સ્પ્િલટ સ્ક્રીન પર ફટેજ હશે. આનાથી સાચા અને ઝડપી નિર્ણયો લેવાનું સરળ બનશે

સ્માર્ટ રિવ્યુ સિસ્ટમ લાગુ થશે
આ વખતે આઈપીએલ માં સૌથી ચર્ચિત નિયમ સ્માર્ટ રિવ્યુ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ વાતની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ નિયમથી અમ્પાયરોને ઘણી સુવિધા મળશે. ઇએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, હવેથી ટીવી અમ્પાયર અને હોક–આઈ ઓપરેટર એક જ મમાં બેસશે. આનાથી ટીવી અમ્પાયરોને નિર્ણયો આપવામાં ઘણી મદદ મળશે. અત્યાર સુધી ટીવી અમ્પાયર અને હોક–આઈ વચ્ચે ટીવી બ્રોડકાસ્ટ ડિરેકટર ખૂબ જ મહત્વપૂર્ણ હતા. પ્રસારણ નિર્દેશક નિર્ણયો લેવા માટે હોક–આઈથી લઈને ટીવી અમ્પાયરને તમામ ફટેજ આપશે. પરંતુ હવે ટીવી બ્રોડકાસ્ટ ડાયરેકટરની ભૂમિકા ખતમ થઈ જશે. અમ્પાયરને હોક–આઇના આઠ હાઇ સ્પીડ કેમેરામાંથી ઇમેજ મળશે

આરસીબી નવા નામ અને નવી જર્સી સાથે આઈપીએલમાં

આ વખતે આઈપીએલમાં ઉધ્ઘાટન મેચ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે ) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી ) વચ્ચે રમાશે. આરસીબી હવે નવા નામ અને નવી જર્સી સાથે આઈપીએલમાં ઉતરશે. આરસીબીનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application