IPL: દિલ્હીએ રાજસ્થાનને 20 રને હરાવ્યું

  • May 08, 2024 12:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રનથી હરાવ્યું. દિલ્હી 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે.


IPL 2024ની 56મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સની મજબૂત ટીમને હરાવી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 221 રનનો જંગી સ્કોર બનાવ્યો, જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 201 રન બનાવી શકી અને દિલ્હીએ 20 રને મેચ જીતી લીધી. આ જીત સાથે દિલ્હીના હવે 12 પોઈન્ટ થઈ ગયા છે. 


હવે દિલ્હીના પોઈન્ટની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપરજાયન્ટ્સની બરાબર થઈ ગયા છે. જ્યારે રાજસ્થાનની ટીમ 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. દિલ્હીએ રાજસ્થાનને હરાવીને પાંચમું સ્થાન મેળવ્યું છે.


સેમસનની ઈનિંગ ગઈ બેકાર

રાજસ્થાન રોયલ્સ માટે તેના કેપ્ટન સંજુ સેમસને 46 બોલમાં 86 રનની ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 6 છગ્ગા અને 8 ચોગ્ગા આવ્યા હતા. જોકે, મુકેશ કુમારે તેની વિકેટ લઈને રાજસ્થાનને હાર તરફ ધકેલી દીધું હતું. સંજુ સિવાય રિયાન પરાગે 27 રન અને શુભમ દુબેએ 25 રન બનાવ્યા હતા પરંતુ તેમનું યોગદાન રાજસ્થાનને જીત અપાવવા માટે પૂરતું નહોતું. 


બીજી તરફ દિલ્હીના 3 બોલરોએ શાનદાર બોલિંગ કરીને પોતાની ટીમને જીત તરફ લઈ ગયા હતા. કુલદીપ યાદવે 4 ઓવરમાં માત્ર 25 રન આપીને 2 વિકેટ લીધી હતી. મુકેશ કુમારે 30 રનમાં 2 વિકેટ અને અક્ષર પટેલે 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી હતી.


મેગર્કે તબાહી મચાવી

દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો તેના ઓપનર જેક ફ્રેઝર મેગાર્કે શાનદાર ઇનિંગ રમી હતી. આ જમણા હાથના બેટ્સમેને 20 બોલમાં 50 રન બનાવ્યા હતા. અભિષેક પોરેલે પણ 36 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 20 બોલમાં 41 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી અશ્વિને 24 રનમાં 3 વિકેટ ઝડપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application