IPL 2024માં કેટલાક એવા રેકોર્ડ જે બન્યા આ ટૂર્નામેન્ટમાં, ચાલો તેમના પર કરીએ એક નજર

  • April 03, 2024 10:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPL 2024માં દર્શકોને લગભગ દરરોજ રોમાંચક મેચ જોવા મળી રહી છે. આ આઈપીએલમાં કેટલીક એવી બાબતો છે જે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમ વખત બની છે. ચાલો તેમના પર એક નજર કરીએ.




પ્રથમ બે મેચમાં જ બેક ટુ બેક પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવનાર ખેલાડી

21 વર્ષના ફાસ્ટ બોલર મયંક યાદવે લખનૌ સુપર જાયન્ટ્સ માટે ઈતિહાસ રચ્યો છે. તેણે આ સિઝનમાં પંજાબ કિંગ્સ સામે ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પ્રથમ મેચમાં 3 વિકેટ અને RCB સામેની બીજી મેચમાં પણ 3 વિકેટ ઝડપી હતી. બંને મેચમાં તેના શાનદાર પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે કોઈ ખેલાડીને તેની પ્રથમ બે મેચમાં બે બેક ટુ બેક પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હોય.




બંને ઈનિંગ્સના મેચમાં 38 છગ્ગા

સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી મેચમાં વધુ એક રેકોર્ડ તૂટી ગયો હતો. IPL 2024ની આ એક મેચમાં 38 સિક્સ જોવા મળી હતી. આ IPL મેચમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ હતો.




એક મેચમાં 523 રન

સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં બંને ઈનિંગ્સમાં કુલ 523 રન થયા હતા. આઈપીએલના ઈતિહાસમાં પણ આવું પહેલીવાર બન્યું છે.




2013 પછી પહેલીવાર ધોની-રોહિત કે વિરાટમાંથી કોઈ કેપ્ટન નહીં

મહેન્દ્ર સિંહ ધોની 2008થી ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માએ અનુક્રમે 2013માં RCB અને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી હતી. 2013 પછી પહેલીવાર આ સિઝનમાં એવું જોવા મળ્યું કે ધોની, વિરાટ અને રોહિતમાંથી કોઈ પણ ખેલાડી કોઈ ટીમનો કેપ્ટન નથી.





IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર 277 રન

આઈપીએલ 2024માં હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં હૈદરાબાદે IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ તોડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા SRHએ 277 રન બનાવ્યા હતા. આ પહેલા આઈપીએલ ઈતિહાસમાં આટલો મોટો સ્કોર ક્યારેય બન્યો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application