અફઘાનિસ્તાન એક મજબૂત ટી-20 ટીમ છે. આ ટીમને સહેજ પણ હળવાશથી ન લઈ શકાય. આ ટીમે ન્યુઝીલેન્ડ જેવી ટીમને હરાવી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભારતે અફઘાનિસ્તાન સામે કોઈ બેદરકારી દાખવી ન હતી. બેટ્સમેનથી લઈને બોલરોએ પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામ એ આવ્યું કે, ભારતે અફઘાનિસ્તાનને 47 રનથી હરાવ્યું.
ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 તબક્કાની મજબૂત શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ ગુરુવારે બાર્બાડોસમાં રમાયેલી મેચમાં અપસેટ માટે પ્રખ્યાત અફઘાનિસ્તાનને વન સાઈડ હરાવ્યું હતું. ભારતે આ મેચ 47 રને જીતી લીધી હતી.
ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવની અડધી સદી અને હાર્દિક પંડ્યાની શાનદાર ઈનિંગના આધારે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનની ટીમ પૂરી 20 ઓવર રમીને 134 રનમાં સમેટાઈ ગઈ હતી.
રોહિત શર્માએ ટોસ જીતીને સમજી વિચારીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, કેપ્ટન રોહિત શર્મા મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તે લેફ્ટ આર્મ બોલર ફઝલહક ફારૂકીના બોલ પર રાશિદ ખાનના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે આઠ રન બનાવ્યા હતા. રિષભ પંત ઝડપથી રન બનાવી રહ્યો હતો, પરંતુ રાશિદે તેની ઇનિંગ પર બ્રેક લગાવી દીધી હતી. પંતે 11 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીએ ધીમી શરૂઆત કરી હતી. તે સેટ થઈ રહ્યો હોય તેવું લાગતું હતું. પરંતુ રાશિદ ખાને તેને મોહમ્મદ નબીના હાથે કેચ કરાવ્યો હતો. ત્યારબાદ રાશિદે શિવમ દુબેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. દુબેએ સાત બોલમાં 10 રન બનાવ્યા હતા.
સૂર્ય કુમાર ચમક્યો
ભારતનો સ્કોર 10.5 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 90 રન હતો. ટીમ ઈન્ડિયાની સમગ્ર આશા સૂર્યકુમાર યાદવ પર ટકેલી હતી અને સૂર્યકુમારે જરાય નિરાશ ન કર્યો. સૂર્યકુમારે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં આ તેની સતત બીજી અડધી સદી છે. આ પહેલા તેણે અમેરિકા સામે અડધી સદી ફટકારી હતી. સૂર્યકુમારે ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી અને પછી તે આઉટ થઈ ગયો. સૂર્યકુમારે 28 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. આ ઇનિંગ માટે સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech