એશિયા કપની પ્રથમ મેચમાં ભારતની અંડર-19 ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને તેમને હરાવ્યા હતા પરંતુ બીજી મેચમાં ભારતે પુનરાગમન કર્યું હતું અને જાપાનને કારમી હાર આપીને પોતાનું ખાતું ખોલ્યું હતું. આ મેચમાં ભારતીય કેપ્ટન અમ્માન ખાનનું બેટ ચમક્યું, જેણે શાનદાર સદી ફટકારી અને ટીમને જીત તરફ દોરી.
પ્રથમ મેચમાં પાકિસ્તાન સામેની હાર બાદ ભારતની અંડર-19 ટીમે સોમવારે એશિયા કપમાં જોરદાર વાપસી કરી હતી અને જાપાનને 211 રને હરાવીને મોટી જીત નોંધાવી હતી. આ જીતનો હીરો કેપ્ટન મોહમ્મદ અમ્માન હતો, જેણે 118 બોલમાં 122 રનની અણનમ ઇનિંગ રમી હતી.
પ્રથમ બેટિંગ કરતા ભારતે અમ્માનની સદી અને ઓપનર આયુષ મ્હાત્રે (54) અને કેપી કાર્તિકેય (57)ની અડધી સદીના આધારે જાપાનને 340 રનનો મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. જાપાનના બેટ્સમેનોએ ભારતીય બોલરોને કોઈ પડકાર આપ્યો ન હતો અને તેમની ટીમ 50 ઓવરમાં આઠ વિકેટે 128 રન જ બનાવી શકી હતી.
તેના માટે હ્યુગો કેલી 111 બોલમાં 50 રન બનાવીને ટોપ સ્કોરર રહ્યો હતો જ્યારે ચાર્લ્સ હિન્જાએ 35 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારત તરફથી કાર્તિકેય, હાર્દિક રાજ અને ચેતન શર્માએ બે-બે વિકેટ લીધી હતી. ભારતીય ટીમને ગ્રુપ Aની પ્રથમ મેચમાં પાકિસ્તાને 43 રને પરાજય આપ્યો હતો. હવે તેને બુધવારે અંતિમ લીગ મેચમાં યજમાન UAE સામે મેચ રમવાનું છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૨૦૨૫માં આઈપીઓ દ્રારા ૭૫ કંપનીઓ ૨.૫૦ લાખ કરોડ રૂપિયા એકત્ર કરશે
December 23, 2024 11:52 AMખંભાળિયા નજીકના ટોલ પ્લાઝામાં નુકસાની કરવા સબબ ટ્રક ચાલક સામે ગુનો
December 23, 2024 11:51 AMસંભલમાં મંદિરના અસ્તિત્વના પુરાવાઓ મળ્યા, હવે લઈને જ રહીશું: રામભદ્રાચાર્ય
December 23, 2024 11:50 AMખંભાળિયા નગરપાલિકાના પેન્શનરો લાંબા સમયથી પેન્શન મળ્યું નથી...
December 23, 2024 11:49 AMવિશ્ર્વના બીજા સૌથી ધનવાન વ્યકિત જેફ બેઝોસના લગ્નમાં ૫૦૦૦ કરોડનો ખર્ચ થશે
December 23, 2024 11:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech