આઇઆઇટી મદ્રાસમાં કાર્યરત સ્ટાર્ટઅપ વોટરફ્લાય ટેક્નોલોજી એક ઇલેક્ટ્રિક સી ગ્લાઈડર વિકસાવી રહી છે. જેની મદદથી કોલકાતાથી ચેન્નાઈ સુધીની મુસાફરી જે આશરે 1,668 કિલોમીટરની છે અને પૂર્ણ કરવામાં ઓછામાં ઓછા 30 કલાક લાગે છે તે હવે થોડા કલાકોમાં પૂર્ણ કરી શકાય છે. ઇલેક્ટ્રિક સી ગ્લાઈડરના કારણે આ યાત્રા માત્ર 3 કલાકમાં પૂર્ણ થઈ શકશે અને તેનું ભાડું માત્ર 600 રૂપિયા રહેશે.
આઇઆઇટી મદ્રાસના ઇન્ક્યુબેશન સેલ દ્વારા સમર્થિત સ્ટાર્ટઅપ વોટરફ્લાય ટેક્નોલોજીસે આ ચોંકાવનારો દાવો કર્યો છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ કંપનીના આ દાવાના ચાહક બની ગયા છે. આનંદ મહિન્દ્રાએ તો ત્યાં સુધી કહ્યું કે આઇઆઇટી મદ્રાસ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં સિલિકોન વેલીને સખત સ્પર્ધા આપી રહ્યું હોય તેવું લાગે છે!
તાજેતરમાં બેંગલુરુમાં એરો ઇન્ડિયા 2025માં, વોટરફ્લાય ટેક્નોલોજીસે ભારતમાં એક નવા પરિવહન મોડની ડિઝાઇનનું પ્રદર્શન કર્યું. તેને વિગ ક્રાફ્ટ નામ આપવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિગ ક્રાફ્ટ સમુદ્ર સપાટીથી 4 મીટર ઉપર ચાલશે અને આની મદદથી કોલકાતાથી ચેન્નાઈ ફક્ત 600 રૂપિયામાં મુસાફરી કરી શકાશે.
આનંદ મહિન્દ્રાએ આ ઇલેક્ટ્રિક સી ગ્લાઇડરની ડિઝાઇનની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટનો જવાબ આપતા તેમણે કહ્યું કે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાની વાત આવે ત્યારે આઇઆઇટી મદ્રાસ સિલિકોન વેલીને ટક્કર આપી રહ્યું છે! લગભગ દર અઠવાડિયે એક નવા 'ટેકવેન્ચર'ના સમાચાર આવે છે. મને આ સી ગ્લાઇડરમાં જે ગમે છે તે ફક્ત આપણા ભવ્ય જળમાર્ગોનો ઉપયોગ કરવાનું સાધન છે એટલું જ નહી પણ એ હકીકત પણ છે કે આ ક્રાફ્ટ ખૂબ જ અદ્ભુત રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે!
એક અહેવાલ મુજબ, વોટરફ્લાય ટેક્નોલોજીસ એક ઇલેક્ટ્રિક સી ગ્લાઈડર વિકસાવી રહી છે. વિંગ-ઇન-ગ્રાઉન્ડ (વિગ) ક્રાફ્ટ તરીકે પણ ઓળખાય છે. આ વિગ ક્રાફ્ટને વિમાન અને જહાજોના સારા વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ આ વિગ ક્રાફ્ટ પાણીની સપાટી પરથી લોન્ચ કરવામાં આવશે. જે સપાટીથી આશરે 4 મીટર ઉપર ચાલશે અને કાર્યક્ષમતા વધારવા માટે ગ્રાઉન્ડ ઇફેક્ટનો ઉપયોગ કરશે. તેની ગતિ 500 કિમી/કલાક સુધીની હોય શકે છે.
વોટરફ્લાયના સીઈઓ અને સહ-સ્થાપક હરીશ રાજેશે જણાવ્યું હતું કે વિગ ક્રાફ્ટ દ્વારા કોલકાતાથી ચેન્નાઈ સુધીની 1,600 કિમીની મુસાફરીનો ખર્ચ પ્રતિ સીટ માત્ર 600 રૂપિયા થશે, જે એસી થ્રી-ટાયર ટ્રેન ટિકિટ કરતાં ઘણો સસ્તો છે, જેની કિંમત 1,500 રૂપિયાથી વધુ છે.
તેમણે એમ પણ કહ્યું કે આ ક્રાફ્ટ પાણીમાંથી ઉડાન ભરી શકશે અને ચાર મીટરની સ્થિર ઊંચાઈ જાળવી શકશે. જેના કારણે કોઈપણ પ્રકારના એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નહીં રહે. ઉપરાંત આ ક્રાફ્ટ પાણી, બરફ, રણ કે અન્ય કોઈપણ ભૂપ્રદેશમાં પણ ઉડી શકશે. વોટરફ્લાય આ સી ગ્લાઇડર્સ એરલાઇન્સને વેચવાની યોજના બનાવી રહી હોવાના અહેવાલ છે. વોટરફ્લાય 2029 સુધીમાં દુબઈથી લોસ એન્જલસ અને ચેન્નાઈ-સિંગાપોર જેવા આંતરરાષ્ટ્રીય રૂટનું મેપિંગ પણ કરશે તેવું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech