રાવલમાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી

  • January 11, 2025 10:35 AM 

આઈ.સી.ડી.એસ. વિભાગ મારફતે પોષણ ઉત્સવ રાવલ મુકામે યોજવામાં આવ્યો હતો. જેમાં આઈ.સી.ડી.એસ. વિભાગમાંથી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો. ચંદ્રેશ ભાંભી, રાવલ નગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ, ચીફ ઓફીસર,જિલ્લા મહિલા મોરચા અને શહેર મહિલા મોરચા ઉપપ્રમુખ, નગર પાલિકાના સદસ્યો, આઈ.સી.ડી.એસ. કલ્યાણપુર ઘટક- 2 ના સીડીપીઓ- એન.એન.એમ. સ્ટાફ, આરોગ્ય વિભાગમાંથી આયુષ મેડીકલ ઓફીસર અને આરોગ્ય સ્ટાફ, પ્રોજેકટ તુષ્ટિ ટીમ, રાવલ સેજાના આંગણવાડી કાર્યકર બહેનો તથા લાભાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


ઉપસ્થિત મહેમાનો દ્વારા લાભાર્થીઓને પોષણ લગતું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. ઉપરાંત વાનગી સ્પર્ધાના અલગ-અલગ વિજેતાને પ્રમાણપત્રનું વિતરણ કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application