રાજસ્થાનના થાર રણમાં સ્થિત પોખરણ ફાયરિંગ રેન્જ વિસ્તાર નજીક આજે ભારતીય વાયુસેના (IAF) ના ફાઇટર પ્લેનમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી. પોખરણ ફાયરિંગ રેન્જ પાસે એરફોર્સના ફાઈટર પ્લેનમાંથી અજાણતામાં એક એર સ્ટોર બહાર આવ્યો હતો. આ ઘટના પછી ભારતીય વાયુસેનાને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ભારતીય વાયુસેનાએ તેના X એકાઉન્ટ પર આ ઘટનાની માહિતી શેર કરી છે. વાયુસેનાએ તેની પોસ્ટમાં કહ્યું કે તકનીકી ખામીને કારણે પોખરણ ફાયરિંગ રેન્જ વિસ્તારની નજીક ભારતીય વાયુસેના (IAF) ફાઇટર એરક્રાફ્ટમાંથી એક એર સ્ટોર અજાણતામાં બહાર આવી ગયો. તેમણે વધુમાં કહ્યું કે આ ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પોખરણ વિસ્તારમાં ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનમાંથી એક વસ્તુ જમીન પર પડી હતી. વાયુસેનાએ કહ્યું કે ટેકનિકલ ખામીના કારણે એક 'એર સ્ટોર' અજાણતા ફાઈટર પ્લેનમાંથી બહાર આવી ગયો. આ ઘટના નિર્જન વિસ્તારમાં બની હતી અને તેમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.
રામદેવરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર શંકર લાલે જણાવ્યું કે ગામથી લગભગ એક કિલોમીટર દૂર કેટલાક લોકોએ જોરદાર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો. જે બાદ તે સ્થાનિક લોકો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેમના કહેવા પ્રમાણે ત્યાં કોઈ વસ્તુના ટુકડા પડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનમાંથી એર સ્ટોર પડી જતાં ત્યાં એક મોટો ખાડો પડી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોના વેકિસનના કટ્ટર વિરોધીને ટ્રમ્પે આરોગ્યમંત્રી બનાવતાં જબ્બર વિરોધ
November 15, 2024 11:03 AMએઆઈ–રોબોટે ડોકટરોના અનેક વીડિયો જોયા બાદ સર્જરી કરી
November 15, 2024 11:01 AMકેનેડાના ટોરોન્ટોમાં રેકોડિગ સ્ટુડિયોની બહાર ૧૦૦ રાઉન્ડ ફાયરિંગથી હડકંપ
November 15, 2024 10:57 AMપતિયાલા પેગ સોંગ ન ગાવા દિલજીત દોસાંઝને તેલંગણા સરકારનું ફરમાન
November 15, 2024 10:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech