જૂનાગઢમાં ભુતનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડમાં ગઈકાલે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુતનાથ મંદિરના મહતં મહેશગીરી બાપુએ ધર્મમાં ભ્રષ્ટ્ર વ્યવસ્થા ભરતી મેળાથી સાચા સાધુને મુશ્કેલી થઈ રહી છે. શિષ્ય ગુ પરંપરા નું ઉલ્લ ંઘન થતાં અખાડા ગેંગ સામે ખુલ્લ ેઆમ આક્ષેપ લગાવી ભવનાથ મંદિરના મહતં હરિ ગીરી બાપુ ને પણ ચેલેન્જ આપી હતી. તેઓના જણાવ્યા મુજબ નાણાની લેતી દેતી મામલે લેટર બોમ્બ હરીગીરી બાપુએ ષડયત્રં કયુ છે સરકાર સાથે ન્યાયપાલિકા અને સાધુ સમાજ તેને નહીં છોડે તેમ જણાવી ગિરનારમાં ખોટું નહીં થવા દઉં તેવું જણાવી મહારેલીમાં ઉપસ્થિત સંતો અને લોકોને સંબોધન કયુ હતું.
ગિરનાર અંબાજી મંદિરના મહતં મોટા પીરબાવા તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ વિવાદ પૂર્ણ થવાનું નામ જ લેતો નથી એક બાદ એક નવા આક્ષેપો પ્રતિ આક્ષેપોના જૂનાગઢમાં હાલ સંતો વચ્ચે નિવેદનોનું સમરાંગણ સર્જાયું છે.ગઈકાલે ભુતનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે ભાગવત સાહના અંતિમ દિવસે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.સભા મંડપ સ્થળ પર ભૂતનાથ મંદિરના મહતં મહેશ ગીરી બાપુએ ભાગવતજીની સાક્ષી એ ભવનાથ મંદિરના માલધારી ગીરીબાપુ તથા અખાડા ગેંગ સામે ઉગ્ર નિવેદન અને આક્ષેપો કર્યા હતા. મહેશ ગીરી બાપુ ના જણાવ્યા મુજબ હરીગીરી અને પ્રેમગીરી એ ગુ શિષ્ય પરંપરા નું ઉલંઘન કયુ છે.ગિરનાર અંબાજી મંદિર માં મોટા પીર બાવા અને નાના પીર બાવા બંને કાર્યરત હોય છે જેમાં મોટા પીર બાવા નું નિધન થતા તેના બદલે નાના પીરબાવાને પરંપરા મુજબ ગાદી મળે છે પરંતુ ગુ શિષ્ય ની પરંપરાનું ટ્રસ્ટમાં ઉલ્લ ંઘન થયું છે જેથી ગિરનારમાં ખોટું થવા નહીં દઉં તેમ જણાવી ધર્મમાં ભ્રષ્ટ્ર વ્યવસ્થા ભરતી મેળાના કારણે સાચા સાધુને મુશ્કેલી થઈ રહી છે. ગિરનારમાં પાપ કરશો તો છોડીશું નહીં તેમ જણાવી ભવનાથ મંદિરના મહતં હરિ ગીરીબાપુ સામે આકરા પ્રહાર કર્યા હતા.સભા મંડપ પર તેઓએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં અખાડા અને અનેક સાધુ સંતો છે તો પછી અલ્હાબાદ અને પ્રયાગથી શા માટે સાધુઓ જુનાગઢ ના મંદિર પર કબજો કરવા આવે છે. જેનો હક છે તેને દેવડાવીને જ રહીશ તેમ જણાવી હરીગીરી બાપુ અખાડામાં છે અખાડો હરીગીરી નથી અને અખાડા ગેંગ નો કબજો જે ધર્મ અને ગિરનાર માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હોવાનું જણાવી ગિરનારમાં પાપ કરવા વાળાને છોડીશું નહીં અને ભવનાથ નહીં મૂકે તો સામ્રાય બરબાદ કરી દેવાનું પણ ચેલેન્જ આપી હતી.
આ ઉપરાંત ભવનાથ નહીં મૂકે તો સનાતન વિશુદ્ધ ધર્મ સ્થાપિત કરવાની પણ જાહેરાત કરી હતી. ભવનાથમાં અખાડા ગેંગના કારણે અનેક વખત નિયમોનું પણ ઉલ્લ ંઘન થઈ રહ્યું છે.મહેશ ગીરી બાપુ ના જણાવ્યા મુજબ મારે ભવનાથ કે અંબાજી મંદિરની ગાદી નથી જોતી પરંતુ ગુ શિષ્યની પરંપરા મુજબ જ કાર્યવાહી થવી જોઈએ ટ્રસ્ટમાં પરંપરા નો ઉલ્લ ંઘન થતાં હવે ખોટું કરવા વાળાને ભરી પીવા તૈયારી શ કરી હોવાનું જણાવ્યું હતું. અખાડા ગેંગ ભવનાથ નહીં મૂકે તો સામ્રાય બરબાદ કરી નાખીશ અને સનાતન વિશુદ્ધ ધર્મ સ્થાપિત કરી અને રાયો અને જિલ્લ ાઓમાં ફરી લોકોમાં જાગૃતિ લાવી.અગાઉ રાષ્ટ્ર્રીય પક્ષ, સંતો મહંતો અને પૂર્વ કલેકટર સહિતનાઓને આઠ કરોડની રકમ અપાઈ હોવાના લેટર વાયરલ મામલે પણ જણાવ્યું હતું કે હરિ ગીરી બાપુએ સરકાર સાથે ષડયત્રં કયુ છે. ન્યાયપાલિકા અને સાધુ સમાજ તેને નહીં છોડે. તેમાં પણ ગિરનારમાં પાપ કરશો તો છોડશું નહીં તેમ જણાવી આકરા ચાબખા માર્યા હતા.
ધર્મ સભામાં ગામે ગામ અને વિવિધ અખાડાઓમાંથી મોટી સંખ્યામાં સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્રારા પણ મહેશ ગીરી બાપુને ટેકો હોવાનું જણાવી જૂનાગઢમાં કાંઈ થશે તો સૌરાષ્ટ્ર્ર ભરના સંતો મહંતો મહેશ ગીરી બાપુના સમર્થનમાં આવી જશું તેમ જણાવ્યું હતું. વાતાવરણ પ્રદૂષિત થાય ધર્મ નહીં તેમ જણાવ્યું હતું.
પરિક્રમા શરૂ થવામાં વર્ષેા જૂની પરંપરા તૂટી
ગિરનારની પરિક્રમા કારતક સુદ અગિયારસની મધરાત્રે શ થાય છે. પરંતુ અગાઉથી પરિક્રમા શ કરી દેવાતા પરંપરા તૂટી રહી છે. પરિક્રમા ઉધ્ઘાટન સ્થળ અને પરિક્રમા શ થવાના દિવસ ફેરવાઈ ગયા .કાલ સવારે તો દિવાળીએ પણ પરિક્રમા શ કરાવવાનું કહે તો શું તત્રં કરાવી દેશે તેમ કહી પરંપરા મુજબ જ તહેવારોની ઉજવણી કરવા જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech