રૂપાલા સાથે કઈ થશે તે કરનાર પ્રથમ વ્યકિત હુ હોઈશ

  • April 22, 2024 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબીમાં પરસોત્તમ પાલાની ટિપ્પણીને લઈને ઉઠેલા વિવાદને લઈને ક્ષત્રિય સમાજનું સમેલન મળ્યું હતું. જેમાં તમામ ૨૬ બેઠક ઉપરથી ભાજપને હરાવવું એ જ અમારો મકસદ હોવાનો ક્ષત્રિય અગ્રણીઓએ હુકાર કર્યેા હતો.રાજપૂત કરણી સેના દ્રારા મોરબીમાં ક્ષત્રિય સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં કરણી સેના પ્રમુખ જયદેવસિંહ જાડેજા , મહેન્દ્રસિંહ, લક્ષમણસિંહ ઝાલા, જયવંતસિંહ જાડેજા, દિગુભા ઝાલા, ધ્રુવનગર સ્ટેટ આનદં રાજા ધર્મરાજસિંહ તેમજ અખિલ રાજપૂત યુવા સઘં તથા રાજપૂત સમાજ અને અન્ય સંસ્થાઓના હોદેદારો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ મિટિંગ થકી સૌને શપથ લેવડાવામાં આવી હતી કે ભાજપ વિદ્ધ મતદાન કરી અન્ય સમાજના પણ ૫–૫ મત આપણે ભાજપ વિરદ્ધ લઈ આવીએ. આગેવાનો દ્રારા સંકલન સમિતિના આદેશ અનુસાર જે સૂચના મળે તે રીતે કાયદાકીય લડાઈ આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.
વધૂમાં કરણી સેનાના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પરસોત્તમ પાલાની ટીકીટ રદ કરવી એ જ અમારી માંગ હતી. પણ ભાજપે એક વ્યકિત માટે આખા સમાજને બાકાત રાખી દીધો છે. હવે તમામ ૨૬ બેઠક ઉપર ભાજપને હરાવવું એ જ અમારો મકસદ છે. અમારો મત એ જ અમાં શક્ર છે. હવે ચૂંટણીમાં આ તાનાશાહી સરકારને હટાવીએ એ જ અમારો ધ્યેય છે. આના માટે વધુમાં વધુ મતદાન કરીશું. ઇવીએમમાં સેટિંગ છે તે સૌ કોઈ જાણે છે પણ આવું કઈ થશે. તો પાલા સાથે જે કઈ થશે તે કરવા વાળો હત્પં પ્રથમ વ્યકિત હોઈશ તેવો હત્પંકાર કર્યેા હતો. શકત શનળાથી ધર્મ રથ ફરશે અને આખા મોરબી જિલ્લ ામાં ફરશે.વધુમાં તેઓએ યુવાનોને અપીલ કરી હતી કે અગ્રણીઓને નજર કેદ કરવામાં આવે ત્યારે ભાજપની યાં કયાંય મિટિંગ કે સભાઓ હોય ત્યાં કાળા વાવટા લઈને કાયદામાં રહીને વિરોધ યથાવત રાખવામાં આવે. મોરબી રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ દીલુંભા ઝાલાએ જણાવ્યું કે પરસોત્તમ પાલાએ ટિપ્પણી કરી બાદમાં ભાજપે શાંતિ સ્થાપવાના કોઇ પ્રયાસ કર્યા નહિ. આજે પાર્ટ ટુના આયોજન માટે બેઠક મળી હતી. કાયદાને ધ્યાને રાખી વિરોધ યથાવત રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application