આવ ને ’ડાર્લિંગ’ અહીયાં બેસ ને!
હવે મારે અત્યારમાં કામ છે. વાસણનો ઢગલો પડ્યો છે ને પોતા કર્યા એમાં ય તમે પગલા કર્યા. એ ય મારે હવે પાછુ પોતુ મારવુ પડશે.
કેટલાં વર્ષોથી તને મારી સાથે આવી તારાં ઘરકામ બાબતે ફરીયાદો જ છે નહી? હું રોજ પગલા પાડ્યા કરું અને તારે રોજ ફરી પોતુ કરવુ પડે. જમવામાં ય તે ફક્ત ત્રણ વસ્તુઓ બનાવી હોય ને તો ય હું પાંચ અલગ અલગ વાસણો બગાડુ. સાચું કહેજે, તને ક્યારેય મારાં પર ગુસ્સો નથી આવતો?
આવે છે ને ! એવો આવે છે કે એમ થાય કે સાવરણીએ સાવરણીએ તમને ઝુડી કાઢુ અને પછી માર ખાધા બાદનુ તમારું મોઢુ પોતા કરવાના ભીના કપડાથી સાફ કરી નાખુ એટલે કોઇને તમારી માર ખાધાની ખબર ન પડે. ક્યારેક એમ થાય છે કે ગરમાગરમ તપેલુ પ્લેટફોર્મ પર પડ્યુ હોય ને એ ઉચકવાનુ કહી દઉ એટલે હાથ દાઝી જાય તમારાં. ક્યારેક એમ થાય કે તમારાં દાળશાકમાં ચટણીમીઠુ વધારે નાખીને તમારું મોઢુ સળગાવી દઉ. પણ હવે તમે જીવનભરના પનારે પડ્યા છો તો પછી આ બધું માંડી વાળુ છું.
હા, એટલે હું ય એ જ કહું છું કે તને મારી સાથે કેટલાં ’પ્રોબ્લેમ્સ’ છે ને ! તું કેટલી હોશિયાર, કામમાં ચિવટવાળી અને વ્યવહારુ જ્ઞાન વાળી. અને હું કેવો ડફોળ, ડોબો, ડોઢો ! તને ક્યારેય એમ ન થયું કે તને મારાં કરતાં સારો અને વધારે લાયક પતિ મળવો જોઇતો’તો !
આ પંદર વર્ષમાં પાંચસો વખત એવું થયું હશે. પણ પછી હું મનને મનાવી લઉ છું. નવાં નવાં લગ્ન થયાં હતાં ત્યારે તો મે રોજ ઉઠીને ઘરમાં ઝાડુ મારવાનુ જ હોય એવી મારી ફરજ સમજીને તમને સુધારવાની બહું કોશિષ કરી. પણ આજે ઝાડુ મારીએ તો ય કેમ બીજા દિવસે ફરી કચરો થઇ જ જાય એમ તમે સુધર્યા જ નહી. રોજ ઉઠીને પાછા ઇ ના ઇ. એટલે પછી મે ઝાડુ મારવાનુ, સોરી સોરી...... તમને સુધારવાનુ બંધ કર્યુ. એ બંધ કર્યા પછી તો મારી એમાં ખર્ચાતી ’એનર્જી્’ એટલી બચી કે મારું ઘરકામ સુધરી ગયું, પણ તમે ન સુધર્યા.
અરે ગાંડી, તું તો ઘરમાં કચરો બીજા દિવસે ફરી થાય એમ કહે છે. પણ હું તો એમ કહું છું કે આપણે ઝાડુ મારી લઇએ એના પછી તરત જ ફરી કચરો થવાં માંડતો હોય છે. હું પણ એવો જ છું પહેલેથી. મને ખબર છે કે શરુઆતમાં તે મને સુધારવાની કેટલી કોશિષ કરેલી. પણ મારાંમાં કોઇ ફર્ક ન પડ્યો. એટલે જ હું તને પૂછું છું કે તું મારાંથી કંટાળી નથી ગઇ ? મે તો તારાં પીયર વાળાઓની પણ બહું મજાક કરી છે. હું તો તારા પીયરમાં પ્રસંગોપાત જો ’ફ્રી’ હોઉ તો જ આવ્યો છું. બાકી તો તારે એકલુ જવું પડતું. તારી બધી બહેનોના ઘરવાળા આવ્યા હોય, તું એક જ એકલી હોય. તને બધાં પૂછ્યા કરતાં કે હું કેમ ક્યારેય નથી આવતો તો તારી પાસે બધાંને આપવા માટે કોઇ જવાબ પણ ન હતો. અને તને કાપો તો લોહી પણ ન નીકળે એવી પરિસ્થિતીમાં મે ઓછામાં ઓછી પચાસ વાર નાખેલ છે. આટલું બધું તે કેમ સહન કર્યુ ? તને કોઇ દિવસ એમ ન થયું કે તું ખોટી જગ્યાએ ભરાઇ ગઇ ! ક્યારેય તને તારું રૌદ્ર સ્વરૂપ પ્રગટ કરવાનુ મન જ ન થયું ?
થયું છે ને, હજાર વાર થયું છે. ત્યારે મને એમ થતું કે તમે વોશરુમમાં જાવ ત્યારે પાણીની લાઇન બંધ કરી દઉ ને બે કલાક સુધી ગરમીમાં અંદર સલવાડી દઉ. નહાવા જાવ ત્યારે તમારાં ટોવેલમાં કીડીઓ ચડાવીને આપું આટલે તમને ચટકા ભરી જાય. એમ પણ થાય કે રોજ સવારે તમને ખાંડ વગરની મોળી ચા આપીને રોજ સવારમાં તમારો દિવસ બગાડુ. ક્યારેક એમ પણ થતું કે તમારી ઓફીસ આવીને તમારાં આખા ’સ્ટાફ’ સામે તમારી સાથે ઝગડુ અને તમારો વારો પાડી દઉ. પણ તો ય પછી મને એમ થતું કે તમારાં જેવું કોણ થાય ! એ પછી બધું જ ભૂલી જતી અને જતું કરતી.
ઓહોહોહોહો..... ખરેખર તું તો કોઇ અવતાર સમાન છે હો ! તને તો કોઇ રાજકુમાર મળવાની જરુર હતી. ઇશ્વરે કેમ તારાં ગળે મારાં જેવો ઘંટ બાંધી દીધો?
ઓઓઓઓઑ હલ્લોઓઓઓઓ..... મારાં ગળે તમારાં જેવો ઘંટ નહી, તમારાં ગળે મારાં જેવો ઘંટ બાંધ્યો છે. આખલા ને ખુટીયા જેવાં લખણ તમારાં છે, મારાં નહી ! આ તો મારાં જેવો ઘંટ ગળે બંધાયો છે ને એટલે આ આખલો હજી ય ’કંટ્રોલ’ માં છે. બાકી તો આ આખલાનાં બધાં જ ગુણો પ્રગટ થયાં હોત ! ઘણી વાર મને થયું કે આ ક્યારેય સુધરવાનો નથી એવાં આખલાને નીણ નાખતા નાખતા હું ગરીબડી ગાય જેવી થઇ જઇશ. પણ તો ય મે તો બધું જતું જ કર્યુ છે.
ખરેખર તું મહાન છે હો ! તારાં તો રોજ પગ પાણીથી ધોઇને એ પાણી હું પીઉ તો ય મારાં પાપ ધોવાય શકે તેમ નથી. ખરેખર હું બહું નશીબદાર છું કે મને તું મળી. અને તું ખરેખર કેવી કમનશીબ છે કે તને મારાં જેવો પતિ મળ્યો. ખરેખર, મારાં પાપ ક્યારેય નહી ધોવાય.
તમારે ખરેખર તમારાં બધાં પાપ ધોવા છે?
હા હા.... ધોવા જ છે. જલ્દી કહે કેવી રીતે ધોવા ?
લે બોલ, એ તો સાવ સહેલુ છે. આ તમે ક્યારના જે આમિરખાનની જેમ બાજુમાં બેસાડીને પરસ્પર સહમતીથી છૂટા પડવા માટે ઉસ્કેરો છો ને એ મને ખબર પડી ગઇ છે!
અરે ના ’ડાર્લિંગ’ આવું ન હોય......
પણ યાદ રાખજો, હું ય આમિરખાનની પત્નિઓની જેમ હોશિયાર જ છું. તમે જે કબુલ કર્યુ કે તમારે તમારા પાપ ધોવા છે એના માટે મને એમ લાગે છે કે મારે તમને છૂટાછૂડા ન આપવાં જોઇએ.
પણ, પણ મારો એવો મતલબ જ નથી....
મને તમારી અને ઓફીસમાં કામ કરતી પેલી સ્વિટીની ખબર પણ છે.
અરે એવું કાંઇ નથી.....
એ આમિરખાન અને કિરણ રાવ છે. અને આપણે તનસુખભાઇ ને મંજુલાબેન છીએ. હું એમ તમને નહી મૂકું. તમે પોતે જ કબુલ કર્યુ ને કે તમે કેટકેટલી મને હેરાન કરી છે !
હા, તો ’ડાર્લિંગ’ મારે એનુ પ્રાયશ્ચિત કરવું છે. તું જ મને કહે કે મારે એના માટે મારે શું કરવું!
ના ના, તમારે જે કરવું હતું એ તમે કરી લીધું. અને મારી પાસે કબુલ પણ કરી લીધું!
તો હવે મારે પ્રાયશ્ચિતમાં શું કરવાનુ ?
કાંઇ નહી. મે પણ આપણી વાતોમાં તમને કહ્યું ને કે મને ય ગુસ્સો આવતો ત્યારે શું-શું મન થતું ! તમે જ તમારાં મોઢે કબુલ્યુ છે. હવે તૈયારી રાખજો. તમારું પ્રાયશ્ચિત તમે સરખુ નહી કરી શકો, હું જ કરાવી જ દઇશ તમને પ્રાયશ્ચિત. આવ્યા મોટા સાથે મળીને બેસીને છૂટાછેડા લેવાં વાળા આમિરખાનના મોટા ભાઇ!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ વકફ બોર્ડ છે કે જમીન માફિયાઓનું બોર્ડ... અમે કુંભની જમીન પર કોઈને કબજો નહીં થવા દઈએ: સીએમ યોગી
January 27, 2025 05:36 PMશું ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થશે? અમિત શાહના મહાકુંભ સ્નાન પછી ખડગેનો કટાક્ષ
January 27, 2025 05:12 PM‘ગેમ ચેન્જર’ જસપ્રીત બુમરાહે ઇતિહાસ રચ્યો, ICC એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો
January 27, 2025 04:50 PMનવા અભ્યાસ મુજબ મિડલ ચાઇલ્ડ હોય છે વધુ પ્રામાણિક, નમ્ર અને સહયોગી
January 27, 2025 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech