સલાયામાં શિક્ષક તરીકે સફળ થવા મે બે વર્ષમાં કચ્છી ભાષા શીખી: નિકુંજ સવાણી

  • September 06, 2024 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમાજના નિર્માણની ઉત્તમ પરિભાષા એટલે શિક્ષક. શિક્ષક એ માત્ર એક શબ્દ નથી, પરંતુ એક એવી વ્યકતિ છે જે આપણને જીવનનો માર્ગ બતાવે છે. આપણને એક સારા નાગરિક બનવા માટે પ્રેરણા પૂરી પાડે છે. આજ રોજ શિક્ષક દિન નિમિતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે યોજાયેલ શિક્ષક દિનની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત પ્રાથમીક અને માધ્યમિક કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.


જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષીક મેળવનાર ખંભાળિયા તાલુકાના સલાયા ગામની વાઘેરવાસ તાલુકા શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવનાર નિકુંજકુમાર ડાયાભાઇ સવાણીએ તેમના અનુભવ વિશે વાત કરતા જણાવ્યું કે, સલાયામાં શિક્ષક તરીકે સફળ થવા બે વર્ષમાં કચ્છી ભાષા શીખી હતી. જ્યારે અહીં શિક્ષક તરીકે આવ્યો ત્યારે મારી અને છાત્રોની ભાષા અલગ હોવાથી અભ્યાસ કરાવવામાં મુશ્કેલી પડતી હતી. એક સમયે મને એમ થયુ કે મારાથી નહી થઇ શકે. ત્યારે મારા માતા – પિતાએ અને ગુરૂએ કહેલુ હતું કે તમે જેવી માવજત કરશો તેવો છોડ થશે તેને યાદ રાખી મે કચ્છી ભાષા શીખવાનું શરૂ કર્યું અને બે વર્ષમાં કચ્છી ભાષા શીખી હતી. હવે તો છાત્રોને કચ્છી ભાષામાં ગીતો અને વાર્તા પણ કહૂં છું.


શિક્ષકો એક પ્રેરણાના સ્ત્રોત છે. તેઓ આપણને આપણા સપનાઓને સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ આપણને વિશ્વાસ રાખવાનું શીખવે છે અને આપણને ક્યારેય હાર ન માનવાનું શીખવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application