'મેં પહેલા પણ પેપર્સ લીક કર્યા છે...', NEET કૌભાંડના માસ્ટરમાઇન્ડ અમિત આનંદે કર્યો ખુલાસો

  • June 20, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક તરફ  NEET પરિણામ રદ કરવા અને પેપર ફરીથી લેવાની માંગને લઈને આંદોલન વેગ પકડી રહ્યું છે. તો બીજી તરફ પેપર લીક કેસના મુખ્ય સૂત્રધાર અમિત આનંદે મોટો ખુલાસો કર્યો છે. તેણે કબૂલાત કરી છે કે પરીક્ષાના એક દિવસ પહેલા પેપર લીક થયું હતું.


અમિત આનંદે કબૂલાત કરી છે કે હું અગાઉ પણ પેપર લીક કરતો હતો. હું કોઈ અંગત કામ માટે સિકંદરને મળવા ગયો હતો. તેણે આપેલી માહિતીને કારણે જ હું પકડાયો છું. નીતિશ કુમાર પણ મારી સાથે તેને મળવા આવ્યો હતો. મેં તેને કહ્યું કે હું સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક કરું છું. ત્યારે સિકંદરે કહ્યું કે મારી પાસે NEET પરીક્ષા માટે 3-4 ઉમેદવારો છે. સિકંદરની વાત સાંભળીને તેણે પેપર લીક કરાવ્યું હતું.


અમિત આનંદે જણાવ્યું કે તેણે આખો પ્લાન કેવી રીતે કરી તૈયાર કર્યો


  • કબૂલાતમાં અમિતે કહ્યું છે કે હું કોઈપણ દબાણ કે ડર વગર મારું નિવેદન આપી રહ્યો છું. દાનાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સિકંદર સાથે મારી મિત્રતા હતી. હું તેને કોઈ અંગત કામ માટે મળવા ગયો હતો.


  • સિકંદર સાથેની મુલાકાત વખતે નીતિશ કુમાર પણ મારી સાથે હતા. વાતચીતમાં મેં સિકંદરને કહ્યું કે હું કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક કરીને ઉમેદવારોને પાસ કરાવું છું. આના પર સિકંદરે મને કહ્યું કે મારી પાસે 4-5 ઉમેદવારો છે જેઓ NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. જો થાય તો તેમને પાસ કરાવી આપો.


  • અમિતે વધુમાં કહ્યું કે મેં તેમને કહ્યું કે બાળકોને પાસ કરાવવાના બદલામાં 30-32 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આના પર સિકંદરે સંમતિ આપી અને કહ્યું કે તે મને 4 ઉમેદવારોના નામ આપશે. આ દરમિયાન NEET પરીક્ષાની તારીખ આવી ગઈ.


  • સિકંદરે પૂછ્યું કે છોકરાઓને ક્યારે લાવવા? મેં કહ્યું કે પરીક્ષા 5મી મેના રોજ છે. 4 મેની રાત્રે ઉમેદવારોને લઈને આવી જાઓ. 4 મેની રાત્રે NEET પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયું અને તમામ ઉમેદવારોને જવાબો ગોખતાં અને યાદ કરતા શીખવાડયા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application