સુરતમાં દિવસે ને દિવસે આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારના બિલ્ડરે ઝેરી દવા ઓઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડર અશ્વીન છોડવડિયાએ આર્થિક સંકડામણના કારણે આપઘાતનો પ્રયાસ કરતા બિલ્ડર લોબીમાં ચકચાર મચી ગયો હતો. જોકે, આપઘાતનો પ્રયાસ કરતા પહેલા બિલ્ડરે એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેઓએ રડતા રડતા સ્યૂસાઈડ નોટ અને કોલ રેકોર્ડનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે આ વીડિયોમાં પોલીસ સ્ટેશન અને ગૃહમંત્રી સુધી પહોંચાડવા જણાવ્યું હતું. આ વીડિયોને તેમણે તેમના નજીકના સંબંધીઓને મોકલ્યો હતો.
એ વિડીયોમાં તેઓ રડતાં કેહતા હતાં કે 'જય સ્વામિનારાયણ, મેં આજે નાછૂટકે મરવાનો નિર્ણય લીધો છે. દવા પી જાઉં છું. એક નોટ પણ લખી છે, બધા કોલ રેકોર્ડિંગ ઓફિસમાં ચિંતન પાસે છે. કલેક્ટ કરી લેજો. ગુનેગારોને સજા અપાવવામાં અને મારા પરિવારને મદદ કરવામાં મદદ કરજો. આ વીડિયો પોલીસ સ્ટેશન અને ગૃહમંત્રી સુધી પહોંચાડજો. જોજો ગુનેગારો એકય છટકે નહીં.'
તેઓએ એમ પણ કહ્યું હતું કે 'આ બધાએ ભેગા મળીને દોઢ વર્ષથી મારી જિંદગી ખરાબ કરી નાખી છે, બસ મારું આટલું કામ કરજો કે આ લોકોને સજા થાય. મારા પરિવારનું ધ્યાન રાખજો. કેટલાય દિવસથી હું આત્મહત્યા કરવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ મારી પત્ની મને એકલો મૂકતી જ નહોતી. આજે હું નીકળી ગયો છું.'
આ આ બિલ્ડર વ્યક્તિની તેઓની અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બિલ્ડરે અમદાવાદમાં આપઘાતનો પ્રયાસ કરતા અમદાવાદ સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસે વધુ તપસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMએક ફિલ્મ કે જેમાં શાહરૂખ ખાને સામેથી એક પૈસો પણ લીધા વગર માંગ્યો નાનો રોલ
September 20, 2024 02:08 PMઆ અભિનેતાએ તેની કેરિયર માટેની છેલ્લી ફિલ્મ માટે વસૂલી આટલી ફી, શાહરૂખ ખાનને પણ છોડી દીધો પાછળ
September 20, 2024 01:58 PMપાકિસ્તાનમાં રક્ષક બન્યો ભક્ષક : પોલીસે ડોક્ટરને ઉતાર્યો મોતને ઘાટ
September 20, 2024 01:48 PMસુપ્રીમની હાઇકોર્ટના જજને ફટકાર, બેંગ્લોરના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવતા માંગ્યો જવાબ
September 20, 2024 01:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech