હુ નરેન્દ્ર દામોદરદાસ મોદી શપથ લઉં છું કે...

  • June 08, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હત્પં નરેન્દ્ર દામોદરદાસ મોદી.... દેશવાસીઓને ફરી એકવાર આ અવાજ સંભાળવા મળશે. લોકસભા ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદી આવતીકાલે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુ આ દરમિયાન નરેન્દ્ર મોદીને પદના શપથ લેવડાવશે. રાષ્ટ્ર્રપતિ ભવન દ્રારા આપવામાં આવેલી માહિતી અનુસાર નરેન્દ્ર મોદી ૯ જૂને સાંજે ૭.૧૫ કલાક શપથ લેશે. રાષ્ટ્ર્રપતિ ભવને તેની એકસ–પોસ્ટમાં જણાવ્યું હતું કે રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુ ૯ જૂને રાષ્ટ્ર્રપતિ ભવનમાં સાંજે ૭.૧૫ કલાકે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને હોદ્દા અને ગુતાના શપથ લેવડાવશે.

નોંધનીય છે કે ગઈકાલે પીએમ મોદી રાષ્ટ્ર્રપતિ ભવન પહોંચ્યા હતા અને રાષ્ટ્ર્રપતિ મુર્મુને મળ્યા હતા અને એનડીએ સરકાર બનાવવાનો દાવો કર્યેા હતો.
રાષ્ટ્ર્રપતિ ભવન દ્રારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન અને મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહ અને રાષ્ટ્ર્રપતિ દ્રારા સંસદના બંને ગૃહોને સંબોધવાની તૈયારીઓને કારણે, ૮, ૧૫ અને ૨૨ જૂને રાષ્ટ્ર્રપતિ ભવન ખાતે ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજાશે નહિ.
આ પહેલા આજે સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત સંસદીય દળના નેતા તરીકે પસદં કરવામાં આવ્યા હતા. સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયેલી એનડીએની આ બેઠકમાં તમામ નવા ચૂંટાયેલા સાંસદોએ હાજરી આપી હતી

શપથ સમારોહમાં આ પાડોશી દેશોના વડાઓ આપશે હાજરી

સુત્રોના જણાવ્યા મુજબ નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ અને શ્રીલંકાના રાષ્ટ્ર્રપતિ રાનિલ વિક્રમસિંઘે આવતીકાલે એટલે કે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ ફંકશનમાં હાજરી આપવા માટે બંને ૯ જૂને નવી દિલ્હી પહોંચશે. બીજી બાજુ, શ્રીલંકાના રાષ્ટ્ર્રપતિ રાનિલ વિક્રમસિંઘે પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ સ્વીકાયુ હતું. શ્રીલંકાના રાષ્ટ્ર્રપતિ વિક્રમસિંઘેએ ફોન પર ભાજપના નેતૃત્વવાળી એનડીએની ચૂંટણીમાં જીત બદલ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ૮મી જૂને ઢાકાથી વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા રવાના થશે

રાજધાનીમાં ૯ અને ૧૦ જૂને નો–લાય ઝોન જાહેર: ભારે સુરક્ષા બંદોબસ્ત
પીએમ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસે રાષ્ટ્ર્રીય રાજધાનીને ૯ અને ૧૦ જૂન માટે નો–લાય ઝોન જાહેર કરી છે અને પ્રતિબંધિત આદેશો લાધા છે. દિલ્હીમાં શપથ ગ્રહણ સમારોહ માટે બહત્પસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે અને અર્ધલશ્કરી દળોની પાંચ કંપનીઓ, રાષ્ટ્ર્રીય સુરક્ષા ગાર્ડ કમાન્ડો, ડ્રોન અને 'સ્નાઈપર્સ' રાષ્ટ્ર્રપતિ ભવનની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શપથ ગ્રહણ સમારોહ માટે સાર્ક (સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન) ના સભ્ય દેશોના મહાનુભાવોના આમંત્રણને ધ્યાનમાં રાખીને રાષ્ટ્ર્રીય રાજધાની હાઈ એલર્ટ પર રહેશે.


ત્રીજા કાર્યકાળનો પ્રથમ પ્રવાસ નરેન્દ્ર મોદી વારાણસીનો કરશે

શપથ લીધાના બીજા જ દિવસે તેમનો ત્રીજો કાર્યકાળનો પ્રથમ પ્રવાસ થશે. પીએમ મોદી પહેલા પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે. અહીં કાશીના લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાની સાથે બાબા વિશ્વનાથના દરબારમાં પણ શ્રદ્ધાંજલિ આપી શકે છે. ૨૦૧૪માં પણ પીએમ બન્યાના બીજા જ દિવસે મોદી વારાણસી પહોંચ્યા હતા અને કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરીને ભોલે શંકરના આશીર્વાદ લીધા બાદ તેમની નવી યાત્રા માટે પહોંચ્યા હતા. પીએમ મોદીની સંભવિત મુલાકાતને લઈને ગઈકાલે વારાણસીના બાબતપુર એરપોર્ટ પર અધિકારીઓની બેઠક યોજાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી ૧૦ જૂને ખાસ વિમાન દ્રારા વારાણસી આવશે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application