દેશની બીજી સૌથી મોટી કાર કંપ્ની હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડના આઈપીઓ શેર આજે બીએસઈ-એનએસઈ પર લિસ્ટ થયો એમાં રોકાણકારો ધોવાઇ ગયા છે. આ આઈપીઓ ડિસ્કાઉન્ટથી લીસ્ટ થશે એવી આશંકા હતી જ. કંપ્નીના શેરનું બજારમાં સપાટ ભાવે લિસ્ટિંગ થયું છે . હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો શેર 1960ના પ્રાઇસ બેન્ડની સામે બીએસઈ પર રૂપિયા 1931 પ્રતિ શેરના ભાવે અને તે એનએસઈ પર રૂપિયા 1934 પર લિસ્ટ થયો હતો. લીસ્ટ થતાની સાથે જ શેરના ભાવ ગગડ્યા હતા અને બપોર સુધીમાં તો 8% જેટલો તૂટીને 1737ની સપાટીએ પહોંચી ગયો હતો.
ભારતીય શેરબજારના ઈતિહાસમાં કદની દ્રષ્ટિએ સૌથી મોટો આઈપીઓ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ હતો અને રૂપિયા 27,870.16 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ આઈપીઓ 15 થી 17 ઓક્ટોબર સુધી ખુલ્લો હતો. કંપ્નીએ ઓફર ફોર સેલ હેઠળ આઈપીઓ દ્વારા રૂપિયા 27870 કરોડ એકત્ર કયર્િ છે. કંપ્નીએ આ શેર રૂપિયા 10ની ફેસ વેલ્યુ પર જાહેર કયર્િ હતા. શેરબજારમાં જોવામાં આવ્યું છે તેમ આ પ્રકારનો લિસ્ટિંગ લાભ ખૂબ જ વિશાળ ના લિસ્ટિંગ પર હાંસલ કરી શકાતો નથી, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના લિસ્ટિંગ સાથે પણ આવું જ બન્યું છે. તેના શેર ડિસ્કાઉન્ટ પર લિસ્ટ કરવામાં આવ્યા છે અને આ લિસ્ટિંગને ફ્લેટ લિસ્ટિંગ કહેવામાં આવશે કારણ કે રોકાણકારો તેના લિસ્ટિંગમાંથી સારા સમર્થનની અપેક્ષા રાખતા હતા.
તેના રૂ. 27,870 કરોડના આઈપીઓને રોકાણકારો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને દરેક કેટેગરી માટે આરક્ષિત હિસ્સો સંપૂર્ણપણે ભરાયો ન હતો. હવે આજે તેના શેરની સ્થાનિક બજારમાં નબળી એન્ટ્રી થઈ હતી. તેના આઈપીઓને એકંદર બિડ કરતાં 2 ગણા વધુ મળ્યા હતા. આઈપીઓ હેઠળ રૂ. 1960ના ભાવે શેર જાહેર કરવામાં આવ્યા છે. હ્યુન્ડાઈ મોટર 1.5 ટકા ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો. એટલે કે જેમને આઈપીઓ લાગ્યો છે તેમને લિસ્ટિંગનો લાભ મળ્યો નથી. તેમજ આ પછી પણ તે ડાઉન જઈ રહ્યો છે.
પરંતુ કંપ્ની સારી છે, ભારતમાં 25 વર્ષથી કામ કરે છે અને ઘણો નફો કરે છે. તેથી, તેને લાંબા સમય સુધી પોર્ટફોલિયોનો ભાગ બનાવી શકાય છે. સંભવ છે કે આગામી થોડા દિવસોમાં 5 થી 10 ટકા કરેક્શન આવી શકે છે, પરંતુ તેનાથી વધુ નીચે જવાની શક્યતા ઘણી ઓછી હશે. તે ડિપ પર ખરીદી કરીને, એન્ટ્રી કરી શકાય છે અને જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આઈપીઓમાં શેર હોય, તો તે વધુ ઉમેરી શકે છે. હ્યુન્ડાઈની સારી વાત એ છે કે તેનું માર્જિન મારુતિ કરતા વધારે છે. મતલબ કે આવતીકાલના વેચાણ પર પણ નફો વધારે છે.
શેરબજાર પણ 650 પોઈન્ટ તૂટ્યું
વિક્રમ સંવત 2080 પૂર્ણ થવાના આરે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વર્ષની શરૂઆતથી આકર્ષક રિટર્ન આપ્નારા ભારતીય શેરબજાર છેલ્લા બે સપ્તાહથી કરેક્શન નોંધાવી રહ્યા છે. સપ્તાહમાં રોકાણકારોએ અત્યારસુધીમાં રૂ. 8.51 લાખ કરોડની મૂડી ગુમાવી છે. જ્યારે ઓક્ટોબર માસમાં અત્યારસુધીમાં માર્કેટમાં 25.22 લાખ કરોડનું ગાબડું થયું છે. દિવાળી પહેલાં રોકાણકારો પોતાનો જૂનો માલ વેચી નવા વર્ષે નવી ખરીદી કરવાના વલણ સાથે પ્રોફિટ બુક કરતાં પણ જોવા મળ્યા હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે.
સેન્સેક્સ અને નિફ્ટીએ આજે ઘટાડા સાથે શરૂઆત કરી છે. વિદેશી રોકાણકારોની વેચવાલી અને પ્રોફિટ બુકિંગના કારણે આજે સેન્સેક્સ 10.30 વાગ્યા સુધીમાં 423.42 પોઈન્ટ તૂટ્યો હતો. જે બપોરે 650 પોઈન્ટ તૂટી ગયો હતો. નિફ્ટી પણ તેની મહત્ત્વની સાયકોલોજિકલ સપાટી તોડી 24636.75 થયો હતો. જે બપોરે 200 પોઈન્ટ ડાઉન દેખાડતો હતો. દેશનો ટોચનો રૂ. 27870 કરોડનો હ્યુન્ડાઈનો આઈપીઓએ આજે 1.32 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech