હૈદરાબાદે ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું, નીતિશ રેડ્ડીએ જીતની સિક્સ ફટકારી

  • April 05, 2024 11:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPL 2024 ની 18મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદે હોમ ગ્રાઉન્ડ પર બીજી જીત નોંધાવી. સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું.


IPL 2024 ની 18મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઈ હતી. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી.


મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSKની ટીમે શિવમ દુબે અને અજિંક્ય રહાણેની શાનદાર ઇનિંગ્સના કારણે સ્કોર બોર્ડ પર 165 રન બનાવ્યા હતા. CSKએ સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો.


CSK દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરતી વખતે હૈદરાબાદે તાબડતોડ શરૂઆત કરી હતી. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ પ્રથમ પાવરપ્લેમાં 46 રન જોડ્યા હતા. મોઈન અલીએ પ્રથમ ઓવરમાં જ ટ્રેવિસ હેડનો કેચ છોડ્યો હતો.


અભિષેક આઉટ થયા બાદ માર્કરામે ચાર્જ સંભાળ્યો હતો. સાવધાનીથી રમીને તેણે અડધી સદી ફટકારી હતી. ટ્રેવિસ હેડે 37 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદે 11 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. મોઈન અલીને બે વિકેટ મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application