ઝહરા ફાઉન્ડેશન દ્વારા પીસીસીના સહયોગથી તારીખ ૨૬/૩/૨૪ થી ૯/૪/૨૪ સુધી રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ "હુસેન કપ"નું આયોજન કરવામાં આવેલ છે, તા,૨૬/૩/૨૪ ના રોજ રાત્રે:૮ વાગ્યે હુસેનભાઇ ખફીની દીકરી ફાતેમા ઝહરા અને એડવોકેટ કોર્પોરેટર જેનબબેન ખફીના હસ્તે ટોસ ઉછાળી ક્રિકેટની શરૂઆત કરવામાં આવેલ છે.
ખાસ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૬૪ ટીમો ગુજરાત ભરમાંથી અલગ અલગ જિલ્લાઓ રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર વિગેરે જિલ્લાની ટીમો રમવાની છે તેમજ ગુજરાત બહારના નામાંકિત ક્રિકેટરો દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પુના, હરિયાણા, કોલકત્તા, થી આ ટીમોમાં રમશે તેથી આ ટુર્નામેન્ટ ખૂબ જ રસપ્રદ બનશે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટની *વિનર ટીમને હુસેન કપથી નવાજી ₹1,00,000* રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેમજ *રનરફ ટીમને રૂપિયા 50,000* નું રોકડ પુરસ્કાર મળશે તે ઉપરાંત મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેસમેન ને *સાયકલ* આપવામાં આવશે.
આ સમગ્ર આયોજનમાં પીસીસીના મેમ્બર બાલકૃષ્ણ સિંહ જાડેજા, કૃષ્ણપાલસિંહ જાડેજા, બલવંતસિંહ જાડેજા, રોહિત ઓડેદરા, ગૌરવ માડમ, કાસીમ જુણેજા, આરીફ ભાઈ દલ, રણજીતસિંહ જાડેજા, વિમલભાઈ વડગામા તેમજ pcc ની પૂરી ટીમ નો ઝહરા ફાઉન્ડેશનને ખૂબ જ સહકાર મળેલ છે
ગઈકાલે આ ક્રિકેટ ટુર્નામેન્ટને સારું કરવાના સમયે હાજી ઈબ્રાહીમભાઇ ખફી, હજી જુસબભાઈ જે કે, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, કોર્પોરેટર કાસમભાઈ જોખિયા, અસલમ ભાઈ ખીલજી,આનંદભાઈ રાઠોડ, રચનાબેન નંદાણીયા, આજકાલના સિનિયર પત્રકાર હિરેનભાઈ ત્રિવેદી,યુથ કોંગ્રેસ પ્રમુખ તોશિફભાઈ પઠાણ, મહિપાલસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા, સામાજિક કાર્યકર હાજી રિઝવાન જુણેજા, આમીરભાઈ ગાંધી, દાઉદ ભાઈ નોતિયર, પ્રકાશભાઈ પટેલ, મૂળરાજ સિંહ જાડેજા, સાજીદ ભાઈ બ્લોચ, ચિરાગભાઈ ઝિંઝુવાડીયા, એડવોકેટ રાજેશભાઈ ગોસાઈ, યુનુસભાઈ સુલતાન,અમઝદ ભાઈ સોરઠીયા અબ્બાસ ભાઈ જેમલાણી તેમજ ખફી બ્રધર્સ ઝહરા ફાઉન્ડેશનને પ્રોત્સાહન પૂરું પાડવા ઉપસ્થિત રહેલા હતા. આ સમગ્ર આયોજન માં ઝહેરા ફાઉન્ડેશન ની ટીમ તેમજ પીસીસીની ટીમે જહમત ઉઠાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech