અંટાળાના પાટિયા પાસે અકસ્માતમાં પત્નીની નજર સામે પતિનું મોત

  • October 31, 2023 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંટાળાના પાટિયા પાસે કારે બાઇકને ઠોકરે લેતા બાઇક ચાલક યુવાન અને તેની પાછળ બેઠલ તેની પત્ની અને છ વર્ષના પુત્રને ઇજા પહોંચતા ત્રણેયને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે યુવાનનું મોત થયું હતું.આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,સાંજના સમયે અંટળા ગામના પાટિયા પાસે કારે બાઇકને ઠોકરે લેતા બાઇક ચાલક યુવાન કિશન સુલેસીંગ વાસકેલ(ઉ.વ ૩૪) બાઇકમાં પાછળ બેઠેલી તેની પત્ની સંગીતા(ઉ.વ ૩૫) અને તેના પુત્ર પંકજ(ઉ.વ ૬) ને ઇજા પહોંચતા ત્રણેયને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે કિશને દમ તોડી દીધો હતો.બનવાને પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.
​​​​​​​
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,અકસ્માતમાં મોતને ભેટનાર યુવાન મોરબીમાં લજાઇ પાસે આવેલી રમેશભાઇની વાડીએ ખેતમજુરીનું કામ કરતો હતો.યુવાન પત્ની અને પુત્ર સાથે બાઇક પર ટંકાર જતો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.
આ અંગે પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધી તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application