Hurricane Milton News: અમેરિકાના ફ્લોરિડા કિનારે વાવાઝોડું મિલ્ટન ત્રાટક્યું, 32 લાખથી વધુ લોકો અંધારામાં જીવવા મજબૂર

  • October 10, 2024 11:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાવાઝોડું મિલ્ટન ગુરુવારે એટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશ્યું જેના કારણે ફ્લોરિડામાં વિનાશ સર્જાયો હતો. તે ફ્લોરિડાના દરિયાકાંઠે અથડાયુ ત્યારે તેણે એક ડઝનથી વધુ બવંડર ઉદભવ્યા હતા. વાવાઝોડુ મિલ્ટનના પરિણામે ચાર લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ગવર્નર રોન ડીસેન્ટિસે કહ્યું કે રાજ્યની સૌથી ખરાબ સ્થિતિને ટાળવામાં આવી છે. જોકે, તેમણે લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપી છે.


વાવાઝોડુ મિલ્ટન ફ્લોરિડામાં વરસાદ અને ભારે પવન લાવ્યું હતુ. કેટલાક ભાગોમાં 18 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ચાર લોકોના મોત થયા છે. વાવાઝોડાને કારણે ફ્લોરિડાના મોટા ભાગમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. 32 લાખથી વધુ લોકો અંધારામાં જીવવા મજબૂર છે. 10 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે.


વાવાઝોડાના કારણે લોકોની વધી મુશ્કેલી

ટેમ્પા અને સેન્ટ પીટર્સબર્ગના 60 ટકાથી વધુ ગેસ સ્ટેશનો બુધવારે રાત્રે ગેસ સમાપ્ત થઈ ગયા હતા. વાવાઝોડાને કારણે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હેલેન વાવાઝોડાના કારણે થયેલા વિનાશના બે અઠવાડિયાથી ઓછા સમયમાં આવેલા આ વાવાઝોડાએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News