કેકેવી ઓવરબ્રિજની નીચે પે એન્ડ પાર્ક શરૂ સેન્ટ મેરીઝ સ્કૂલના સેંકડો વાલીઓનો મરો

  • December 27, 2023 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાએ શહેરમાં વિવિધ સ્થળોએ પે એન્ડ પાર્કની સાઇટ્સ શરૂ કરી છે જેમાં શહેરના કાલાવડ રોડ ઉપર રૂ.129 કરોડના ખર્ચે નવ નિર્મિત કેકેવી ચોક મલ્ટી લેવલ ઓવરબ્રિજની નીચે પણ પે એન્ડ પાર્ક શરૂ કરાયું છે જેમાં સેન્ટ મેરિઝ સ્કૂલના દરવાજાની બરાબર સામે પણ એક સાઇટ શરૂ કરાઇ છે, અહીં પરિસ્થિતિ એવી નિમર્ણિ થઇ છે કે સ્કૂલ કેમ્પસની અંદર વાહન લેવાની સ્કૂલ મેનેજમેન્ટની મનાઇ છે અને સ્કૂલ બહાર વાહન પાર્ક કરે તો પે એન્ડ પાર્ક મુજબના પૈસા ચૂકવવા પડે ! આથી સેંકડો વાલીઓની હાલત કફોડી થઇ ગઇ છે.

સેન્ટ મેરિઝ સ્કૂલમાં વિદ્યાર્થીઓને મુકવા આવતા વાલીઓને તેમના વાહનો અંદર નહીં લેવાની તેમજ દરવાજાની આજુબાજુમાં પણ પાર્ક કરવાની પરમિશન નહીં આપતી સ્કૂલની પોલિસી ઉપરાંત બ્રિજ બન્યા બાદ બહાર રોડ ઉપર ક્યાંય પાર્કિંગ પ્લેસ ઉપલબ્ધ થતી નથી.
સ્કૂલની દીવાલ પછી તુરંત ફૂટપાથ અને ત્યારબાદ બ્રિજ બન્યા બાદ અગાઉ કરતા ઓછો પહોળો એવો કાલાવડ રોડ આવે છે. આ સંજોગોમાં વાલીઓને ફરજિયાત પણે મહાપાલિકા તંત્રની પે એન્ડ પાર્કની સાઇટમાં વાહનો પાર્ક કરવા જવું પડે તેવી સ્થિતિ નિમર્ણિ થાય છે! અથવા જો પે એન્ડ પાર્કમાં વાહન પાર્ક કરવું ન હોય તો રોડ ઉપર જ વાહન ઉભું રાખવું પડે છે અને મોટા ભાગના વાલીઓએ આ પધ્ધતિ અપ્નાવી લીધી છે રોડ ઉપર જ વાહન ઉભું રાખે છે જેથી સવારે સ્કૂલ શરૂ થવાના તેમજ ક્લોઝિંગ અવર્સમાં રોડના આ હિસ્સામાં સતત ટ્રાફિક જામ રહે છે. જ્યારે અમુક વાલીઓ તો સામેની બાજુએ મતલબ કે રોંગ સાઇડમાં વાહનો પાર્ક કરવા જવા લાગ્યા છે. એકંદરે મહાપાલિકા તંત્રએ અહીં પરિસ્થિતિની સમીક્ષા કરીને જરૂરી કાર્યવાહી કરવી જોઇએ, જો એવું નહીં કરાય તો અહીં કાયમી ધોરણે ટ્રાફિક સમસ્યા સર્જાતી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application