રોબોટના ચહેરા પર લગાવી માણસની ચરબી, ચહેરાના હાવભાવ પણ આપશે

  • June 27, 2024 11:00 AM 


જાપાનના વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત જીવંત માનવ ત્વચામાંથી હસતો ચહેરો બનાવ્યો છે, જેને હ્યુમનનોઇડ રોબોટ સાથે જોડી શકાય છે. આ ચહેરાની મદદથી રોબોટ માત્ર માણસોની જેમ હસતા જ નહીં, ચહેરા પર હાવભાવ પણ જોવા મળશે. ટોક્યો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં જીવંત પેશીઓ અને માનવ ત્વચાના કોષોનું મિશ્રણ કરીને તેની ત્વચા બનાવી છે. આ ત્વચા વાસ્તવિક ત્વચા જેટલી નરમ હોય છે. વૈજ્ઞાનિકોએ કોલેજન અને ઈલાસ્ટિનના નાના તંતુઓની મદદથી ત્વચાને મજબૂત બનાવી.
રોબોટમાં આર્ટિફિશિયલ સ્કિન લગાવતા પહેલા તેમાં નાના છિદ્રો બનાવવામાં આવ્યા હતા અને તેના પર કોલેજન જેલ લગાવવામાં આવી હતી. તે વાસ્તવિક ત્વચાની જેમ એટલી લવચીક છે કે રોબોટ ફરે ત્યારે પણ તે ફાટે નહીં. આ અભ્યાસ જર્નલ સેલ રિપોટ્ર્સ ફિઝિકલ સાયન્સમાં પ્રકાશિત થયો છે. મુખ્ય સંશોધક પ્રોફેસર શોજી ટેકયુચી કહે છે કે આ સંશોધન ત્વચા વૃદ્ધત્વ, સૌંદર્ય પ્રસાધનો અને પ્લાસ્ટિક સર્જરી જેવી સર્જિકલ પ્રક્રિયાઓ પર સંશોધનમાં મદદરૂપ થઈ શકે છે. જોકે, સંશોધકોનું કહેવું છે કે તેનો કોમર્શિયલ ઉપયોગ કરી શકાય તે પહેલા ઘણા ટેસ્ટ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application