ધાનાણીને જીતાડવા આપ–કોંગ્રેસ કાર્યકરોનું વિશાળ સંમેલન

  • April 18, 2024 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર રાજકોટ લોકસભા ૧૦ ના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી ને જંગી બહત્પમતીથી જીત અપાવવા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો આગેવાનો અને કાર્ય કરો દ્રારા રાજકોટના વિરાણી હાઈસ્કૂલ સામે નાગર બોડિગ ખાતે વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું.
કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલભાઇ રાજાણીએ સ્વાગત પ્રવચન કર્યા બાદ જણાવ્યું હતું આગામી સાતમી તારીખે કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો એકને નેક બની રાજકોટ લોકસભા ઉમેદવાર પરેશભાઈ ધાનાણીને વધુમાં વધુ મતો મળે એ માટે સતત આજથી જ પ્રયત્નશીલ બનીએ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા છેલ્લ ા દશક વર્ષેામાં મહિલાઓ પર થતા અત્યાચારો અને નારી સુરક્ષાની વાતો પોકળ હોવાની વાત કરી હતીઆમ આદમી પાર્ટીના પ્રદેશના હોદ્દેદાર અજીતભાઈ લોખીલે કેન્દ્ર અને રાયમાં ચાલતા ભ્રષ્ટ્રાચાર અને કેન્દ્ર સરકારની ગુજરાત પ્રત્યે વિકાસની ગ્રાન્ટો આપવામાં થતી ડાડાઈ ને પગલે ગુજરાતનો વિકાસ ંધાયો છે અને દેશભરમાં ભ્રષ્ટ્રાચાર વધ્યો છે ત્યારે આપણે સૌ તન, મન, ધન થી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા પાછી પાની નહીં કરીએ. ઉપપ્રમુખ જાણીતા ન્યુરો સર્જન ડોકટર હેમાંગ વસાવડાએ રામનવમી નિમિત્તે યોજાયેલા મહાસંમેલનમાં જય શ્રી રામના નારા સાથે ભાજપને ભગાડવામાં ખોટા શાસકોને પોતાનું અસલી સ્થાન કયાં છે તે બતાવી દેવા અપીલ કરી હતી.

કાર્યકારી અધ્યક્ષ મહેશ રાજપુતે કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું અને કાર્યક્રરોને સાતમી તારીખ સુધી પોતાના કામ ધંધા મૂકી ચાર પાંચ કલાક ચૂંટણીના તમામ કામમાં બુથવાઈસ લાગી જવા અપીલ કરી હતી.મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા વોર્ડ નંબર ૧૫ ના કોર્પેારેટર વશરામભાઈ સાગઠીયા કયુ હતું. આભાર વિધિ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલીગેટ રાજદીપસિંહ જાડેજા (ક્ષત્રિય ગિરાસદાર સેના) એ કરેલ હતી.
સફળ બનાવવા ભારતીય રાષ્ટ્ર્રીય કોંગ્રેસ પક્ષના અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્રારા જહેમત ઉઠાવી હતી તેમાં અતુલ રાજાણી, દિનેશભાઈ જોશી, શૈલેષભાઈ કપુરીયા, જામજોધપુરના આપના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જશવંતસિંહ ભટ્ટી, અશોકભાઈ ડાંગર, મહેશભાઈ રાજપુત, ડો. હેમાંગ વસાવડા, અજીતભાઈ લોખિલ, ગાયત્રીબા વાઘેલા, હિતેશભાઈ વોરા સહિતના આગેવાનો કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application